________________
( ૧૨ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે.
જે સ્વકૃત સુખ દુ:ખ છે. તો સર્વે જીવ વ્યપારાદિક સરીખે ભેપાર કરતા સર્વ સરખાજ કેમ નથી થતા. માટે પુરૂષાકરે કાંઇજ ન થાય, અને જે કાળ ઇધરાદિકના કરેલા સુખ દુખ હોય તે જગતની વિચિત્રતા કેમ થાય?
તે માટે કાળ ઇધરાદિકનું કરેલું પણ સુખ દુખ થતું નથી એટલે જીવને સુખ અથવા દુ:ખ જે છે તે કેવા છે, તે કે સિદ્ધિક અથવા અદ્ધિક છે. તેમાં સ્ત્ર ચંદન વિનિતાદિક તેથકી ઉપનું જે સુખ તેને સૈદ્ધિક કહીએ અને અંતરંગ આનંદ રૂપ જે સુખ તેને અદ્ધિક કહીએ. એવી રીતે બે પ્રકારે દુ:ખ પણ જાણવું, તેમાં એક વધ, બંધન, તાડનાદિક કિયાના કરવાથી કરી અને બીજું શૂળ જવરાદિક રૂપ જાણવું, એટલે એક કારણે નિષ્પન્ન અને બીજું સ્વભાવિક નિષ્પન્ન છે. I ૨ |
એ સુખ દુ:ખ જે કેઇએ કર્યો નથી, તે એ જીવ સુખી દુ:ખી કેમ થાય છે તે કહે છે. સયં એટલે પિતાનું કરેલું અથવા અનેરાનું કરેલું જે સુખ દુ:ખ તે જીવ વેદત નથી કિંતુ ભવિતાનું કરેલું તેહિજ જીવને સુખ દુખ ઉપજે છે એ પ્રમાણે નિયતવાદિના મતને અભિપ્રાય દર્શાવ્યો. | ૩ |
હવે ગ્રંથાકાર અને ઉત્તર આપે છે એવં પૂર્વક વચન નિયત વાદાશ્રિત બોલતા એહવા તે બાળ અજ્ઞાની છતાં પિતાને પંડિત કરી માનતા શા માટે માને છે તે કહે છે? તે અજ્ઞાની નિયત્તિકૃત સુખ દુ:ખ અથવા અનિયત્તિ કૃત પુરૂષકારાદિકનું કરેલું એવું સુખ દુ:ખ તે એકાંતે ભવિવંતાએજ કર્યું એમ માને છે. તે કારણે તેને સુખ દુઃખાદિ કારણના અજાણ, બુદ્ધિ રહિત કહીએ. અને જૈન તે નિયતિ કૃતપણે તથા અનિયત્તિકૃત પણે એ બંને પ્રકારે સુખ દુ:ખ માને છે એટલે સ્વાદવાદિ કહીએ. | ૪ |