________________
૩૯
અંત્યજ સાધુ નંદ ખરે કે ? નટરાજની પાસે તે બધા બ્રાહ્મણ પણ નથી જઈ શકતા.' એટલે નટરાજ દીક્ષિત બોલ્યા “અગ્નિ સિવાય એકે ભૂત એને શુદ્ધ કરી શકે એમ નથી. પંચમહાભૂતમાં એજ છે પાવક છે.”
એટલે બીજા દીક્ષિત બોલ્યા “ત્યારે શું એ પરાયાને પહેલો ભસ્મસાત કરો, અને ભમને નટરાજ પાસે લઈ જવી ?”
ના, ના. મારા શબ્દની એમ મજાક ન કરો. ગાયના છાણને બાળીને પણ શુદ્ધિ કરી શકાય; પણ પરાયાને એમ શુદ્ધ કરાય ?
“ અરે ભાઈનટરાજે કહ્યું કે, આના જે કાઈ મન, વાણી અને કાયાથી શુદ્ધ નથી. આપણામાંથી કેણ એના જેવો પવિત્ર હાવાને દાવો કરી શકે ? આ માણસ તે માત્ર જન્મચંડાળ લાગે છે, કર્મચંડાળ નથી. એ તો કેાઈ નટરાજનો મહાભા લાગે છે. આપણે એને માટે હોમ કરીએ અને પછી એને મંદિરમાં લઈ જઈએ, એટલે એને અગ્નિથી શુદ્ધ કરવાનો અર્થ.'
પણ આથી રીઢા સનાતની બ્રાહ્મણોને સંતોષ ન થયો. “ જે એ પરાયો આટલો શુદ્ધ હોય તો અગ્નિ એને બાળે શેને ? અગ્નિમાં એને નાખીએ અને એને કાંઈ ન થાય તો જ એ શુદ્ધ કહેવાય.” એવી એવી વાતો કરવા લાગ્યા.
નંદને આ વાતની ખબર પડી. ખબર પડતાંની સાથે જ તે તો આનંદઘેલો થઈ નાચવા લાગ્યો. એના સાથીઓ ડરી ગયા અને અગ્નિમાં ભસ્મ થવાને બદલે ઘેર જવાની સલાહ આપવા લાગ્યા. પણ નંદે કહેણ મોકલ્યું કે “હું અગ્નિમાં શુદ્ધ થઈશ. અગ્નિ તૈયાર કરો. હેમકુલમમાં સ્નાન કરીને હું આવું છું.' નટરાજ ભસ્મ કરે તે પણ શું ? પરાયા તરીકેનું હલકું જીવન જીવ્યું તોયે શું અને ન જીયું તોયે શું?
નંદ સ્નાન કરી આવ્યો, ભસ્મ લગાડી, રુદ્રાક્ષની માળા તે ગળામાં હતી જ. ભીને વસ્ત્ર એ અગ્નિપ્રવેશ કરવાને માટે સજજ થઈને ઉભે. દીક્ષિત દૂર ઉભા હતા. અગ્નિ શિખા ભડભડ સળગી રહી હતી. નંદે ત્રણ વાર આગની પ્રદક્ષિણા કરી અને નટરાજનું નામ લઈ, મંદિરના કળશને પ્રણામ કરી “નટરાજ ! નટરાજ! જે હું મન, વાચા અને કાયાથી પવિત્ર હોઉં, જે મેં કોઈ પણ પ્રાણુની હિંસા ન કરી હોય, જે તું જ કલ્યાણકારી ઈશ્વર હોય, પરાયાને
અને બ્રાહ્મણને તું જ ઈશ્વર હોય તો આ અગ્નિની ભયંકર વાળા મને હેમકુલમના જળ જેવી શીતળ પાવક બનો' એમ બોલતાં બોલતાં ઝંપલાવ્યું.
હજાર માણસો સ્તબ્ધ થઈને આ જોઈ રહ્યાં હતાં, પણ નંદ જે પ્રફુલ્લિત હસતે વદને અગ્નિની પેલી પાર નીકળીને ઉભે
શુ. ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com
www.