________________
અંત્યજ સાધુ નંદ હવે એક વૃદ્ધ બ્રાહ્મણે નંદને સવાલો પૂછવા માંડ્યા. “નંદ! તું ઈશ્વરને માને છે કે નહિ ? ‘, ઇશ્વર એ મારું સર્વસ્વ છે.” ઈશ્વરજ કર્તાહર્તા છે એ પણ તને ખબર છે ને ?” હાસ્તો.”
ત્યારે તને તેણે પરાયે બનાવ્યો તે તું કેમ ભૂલે છે? પરાયાએ મજૂરી કરવી અને શેઠની નોકરી કરવી. તેને વળી નટરાજનાં દર્શન કેવાં ?
નંદ– હું બધું જાણું છું, પણ ઈશ્વરે મને ઘેલો કર્યો છે તેનું શું? મને તેને જોવા જાણવાની લાલસા થઈ છે, તેનું શું ? તિરૂપુકરમાં મેં તેનાં દર્શન કરેલાં. બ્રાહ્મણનો અને પરાયાને ઈશ્વર જુદો હોય એવું શાસ્ત્રમાં લખેલું છે ? મને તો એક તમારા જેવાજ બ્રાહ્મણે કહ્યું કે, ચિદંબરમમાં નટરાજનાં દર્શન ચાંડાળને પણ થાય, અને ચાંડાળને મુક્તિ મળે છે. એ મારાથી કેમ ભૂલાય ? મારા મનમાંથી એ વાત નીકળતી જ નથી.
એટલે ઘરડા બ્રાહ્મણે કહ્યું - હું, બધી માકાણુ પેલા બ્રાહ્મણ કથાકારની છે. જવા દે, બે દિવસ અથડાઈ આવવા દો. ઠેકાણે આવશે.”
પણ છે ખેતરમાં લણણું કરવાની હતી, અને ખેતરમાં પાક ઉભે તૈયાર હતો. નંદને શેઠ તેની પાસે આ કામ લીધા વિના શેને છોડે ? - “ આ ખેતરમાં લણણું થવી જોઇએ પહેલી, અને પછી તું ભલે જા.” એમ તેણે નંદને કહ્યું.
નંદ ઘેલો ઘેલો થઈ ગયો “ભલે, એ તો કરીને જઈશ'– એમ જવાબ આપી, નંદ તો લાગલો જ લણણીનો સરંજામ લઈ ખેતરે દોડ. રાત્રે ઘેર આવેજ શેને ? આખી રાત કામ કર્યું, અને સવારના પહોરમાં જઈને શેઠનું બારણું ખખડાવ્યું ! “શેઠ ! ડાંગર વાઢી પૂળા કરીને ગોઠવી આવ્યો. હવે રજા આપો.”
“અરે ! તેં કર્યું શું? શું મજૂરે પરગામથી લાવીને છ ખેતર પૂરાં કર્યા ? અચંબાથી શેઠે પૂછયું.
નાજી, મજૂર ક્યાંથી લાવું? આખી રાત કામ કરીને તૈયાર કર્યું.' “સાચું કહે, કદી તું જૂઠું બોલતો નથી, આજે બોલીશ ?'
નટરાજે આવીને મદદ કરી હોય તો તે જાણે. બાકી મારા સગા હાથ' સિવાય બીજા કોઈના હાથ મને મદદ કરવા આવ્યા નહોતા. આપ આવીને જોઈ જાઓ, અને પછી ખાતરી થાય તો મને જવા દો.”
શેઠ ખળાં ઉપર ગયા, ડાંગરનું સુંદર કુંદવું જોઈને તે તો આભેજ બની ગયો. આજ ખળાં આગળથી શેઠે નાનપણમાં નંદના
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat