________________
૩૩
અંત્યજ સાધુ નંદ એ ચિદંબરમ ક્યાં છે તે તો મને કહો.”
કેલેન નદીની ઉત્તરે. અહીંથી એક દિવસનો રસ્તો છે.' ઉત્તર મળે.
નટરાજ ચંડાળને પણ તારે ?” પાછું વંદે પૂછ્યું. 'હાસ્તો, તું કોણ છે ? આમ આવ તને બધી ખબર આપું.”
એક જણે કહ્યું “એ તો ધનુરને પરાયો નંદ છે, એને અડશે માં. શિવને એ ભગત છે, ચામડું અને ગેરેચન હમેશાં મોકલે છે.”
નંદ પાસે તો ન ગમે, પણ પાછું પૂછયું ? “મારા જેવા પરાયાને પણ નટરાજ મેક્ષ અપાવે ?”
હા ભાઈ! સ્થલપુરાણમાં એમ લખેલું છે તે કાંઈ ખોટું હોય?”
નંદે બ્રાહ્મણને પ્રણામ કર્યા અને ઝપાટાબંધ ઉત્તર તરફ ચાલવા માંડયું.
તેના સાથીઓએ કહ્યું કે “આપણે તો આથમણું જવાનું. ઉત્તરમાં ક્યાં ચાલ્યા ?
નંદે કહ્યું “ચિદંબરમ ચાલ્યો.” “અરે પણ ભાઈ! રોબસ્ત જાણ્યા વિના અંધારે કયાં જશે?” ઉત્તરમાં ચાલ્યા કરીશ, અને સવાર થતાં રસ્તો પૂછીશ કોકને.'
“પણ ભાઈ! આમ જવાય ? આપણે રાત્રે અહીં આવેલા, સવાર થતાં કામે ચઢવું પડશે. આપણે શેઠ નથી, ગુલામ છીએ તે કેમ ભૂલ્યો ? આપણું કામ છોડીએ તે તો ઈશ્વરને યે ન ગમે.”
નંદ ઘેભ્યો, ઈશ્વરનું નામ આવી રીતે લેવાયું કે તરત જ તે ઉભો રહી ગયો, અને કહ્યું “હા ચાલો, ગુલામ તો ખરો જ. શેઠની રજા લઈને ચિદંબરમ્ જઇશ.”
ઘેર ગયા પછી નંદને સખ વળે નહિ. પરાયાને અવતાર, રોજ ઉચ્ચ હિંદુઓનાં મેંણાંટોણાં ખાવાનાં, મજુરી કરતાં પણ પરાયા અને પરાયા, અને અનેક અવતારે મોક્ષ નહિ એ કેમ સહન થાય ? પણ ચિદંબરમ જઈએ તો તરત મેક્ષ મળે, એ કેમ છોડાય ?
તેના ઉપર તે પરાયાપણને ડામ પડેલો હતો, એટલે પરાયા જે ન કરી શકે તેજ તેને ખટક્યા કરતું હતું.
- નંદ બીજે દિવસે વાડીએ ગયે, ઝાડને પાણી પાયું અને રજા લેવા શેઠને ત્યાં ગયો. શેઠ નહોતા. રાહ જોતાં જોતાં દહાડો આથમ્યો એટલે નંદ ઘેર આવ્યા. બીજે દિવસે પાછો તે રજા લેવા ગયો. શેઠ રસ્તામાં મળ્યા, તેમણે પૂછયું “કેમ, રોજ ક્યાં ભટકે છે? કાલે બપોરે
ક્યાં હતો ? તારે તો નિત નિત એછવ ને કીર્તન કેમ ? પડોશીએ પાણી પિતાના ખેતરમાં વાળી લીધું તેનું ભાન છે? અને પેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com