________________
૩ર
શુભ ગ્રહ–ભાગ ૭ મે - ઈશ્વરની આવી કૃપાને બદલે શી રીતે વાળવો ? તિરૂપુંકરના મંદિર પાસે તળાવ નહોતું, અને લોકો પાણી વિના દુ:ખી થતા. નંદ અને તેના સાથીઓએ તળાવ ખદવા માંડયું. એ ભવ્ય તળાવ આજે પણ છે, અને દંતકથા એવી ચાલે છે કે મહાદેવે ગણેશને નંદને મદદ કરવા મોકલ્યા હતા, નહિ તે આવડું તળાવ શી રીતે ખેદાય ?
પણુ ગણેશ મદદ કરી ગયા એમ માનીને આપણે ભલે સંતોષ માનીએ. નંદ પિતાનું કાર્ય કરીને ગામ ગયે, ત્યાં મહાદેવનું ભજન કરતો પિતાના શેઠને ત્યાં પાછી મજૂરી કરવા માંડી. જુને શેઠ તો મરી ગયું હતું, અને શેઠ તો પેલો લમણું ઉપર પથરે મારીને હમેશને માટે નિશાની કરનાર શેઠનો દીકરો હતો. નવા શેઠે નંદી ખસ્યાની વાત ન માની. કણ જેવી ગયું છે ? એ તો ભૂતિ અગાઉથી ખસેલી હશે. આપણે તો એટલું જાણું છે કે, નંદ બહુ મહેનતુડે છે. ભલે એ મજૂરી કરતે, આપણે એને અન્ન આપશું–આટલી જ લાગણું બ્રાહ્મણ શેઠને હતી. નંદની સ્થિતિ પણ સુધરી, તેને મજૂરી પણ બહુ મળતી અને ચામડું તથા ગોરોચનની ભેટ તો ચાલુ જ હતી. એ અરસામાં વૈથીધરન કેઈલ (મંદિરમાં) એક ઉત્સવ હતો, તેની તેને ખબર પડી. નંદ અને તેના ગોઠીઆએ ઉપડયા. આ ઉત્સવ વખતે મૂર્તિને એક રથમાં ફેરવવામાં આવે છે, અને પરાયાને દર્શન કરવા દેવામાં આવે છે. નંદે દર્શન કર્યા, અને ત્યાં એક બ્રાહ્મણ કથા કરતો હતો તે સાંભળવા ઉભો રહ્યો. કથા સાંભળતાં નંદને આ શબ્દ કાને પડયા ચિદંબરમ એ પવિત્રમાં પવિત્ર સ્થાન છે-કાશી અને રામેશ્વરમના કરતાં પણ વધારે પવિત્ર. ત્યાં નટરાજની ભવ્ય મૂર્તિ છે. એ નટરાજનું નૃત્ય સૃષ્ટિની લીલા ચલાવી રહ્યું છે. નટરાજના હાથમાં ડમરૂ છે, અને એ ડમરૂના નાદમાંથી અનેક લોક ઉત્પન્ન થાય છે.”
“નટરાજના હાથમાં ડમરૂ! તે પણ આપણા જેવો પર જ તો ! આપણેય ઢેલ વગાડીએ અને તે પણ વગાડે !” કહીને નંદ આનંદઘેલો થયો.
કથા આગળ ચાલીઃ “નટરાજને બીજો હાથ બધાં ભુવનેને ઠીક રાખે છે. ડાબા હાથમાં અગ્નિ છે તેથી તે સૃષ્ટિને ભસ્મ કરવા ધારે ત્યારે ભસ્મ કરી શકે છે, કારણ કે સૃષ્ટિ, સ્થિતિ અને લય, ત્રણે વસ્તુને કર્તા એજ છે. નટરાજનાં દર્શન જે કરે તે ચંડાળ હોય કે પરાયે હોય પણ ક્ષણમાં ભવસાગર તરી જાય છે.”
નંદ એકે એક શબ્દ પી રહ્યો હતો. તેની આગળ નટરાજની મૂર્તિ ખડી થતી હતી. તેણે આકુળ વ્યાકુળ થઈને કથાકારને પૂછ્યું?
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat