________________
૩૦
શુભસંગ્રહ-ભાગ ૭ માં દેવાને પાડા વગેરે વધેરી સારી પેઠે માંસ ખાઈને આવ્યા, અને પાડો રોગી હોવાને લીધે ઘણાને રોગ થયો અને મરી ગયા. પછી તો એ રોગ ફેલાયો, અને ઘણા મરવા લાગ્યા. આ સપાટામાં નંદનો બાપ પણ આવી ગયો. શોકમાં પડવાને બદલે નંદે સેવાસંધ કાઢી દરેકને ત્યાં જઈ સેવા કરવાની, શબને સ્મશાને લઈ જવાની વ્યવસ્થા કરવા માંડી. પણ આ સેવાથી પ્રસન્ન થવાને બદલે ગામના ઘરડીઆએ તેના ઉપર ચીઢાયા. તેઓ કહેવા લાગ્યા કે, નંદ બકરાં મરઘાં કાપવા નથી દેતો એટલે દેવી આટલી અપ્રસન્ન થઈ છે
પણ એટલામાં તો નંદને પણ રોગ લાગુ પડ્યું. ઘરડીઆ રાજી થયા, અને કહેવા લાગ્યા કે દેવીને સારી પેઠે બલિદાન દઈને પ્રસન્ન કર. તેની માં પણ તેને કહેવા લાગી કે “તારા બાપ પણ તારા પાપને લીધે ગયા, હવે તું યે જવાને. હઠીલો થા મા, માનતા માનવા દે.” પણ નંદનો નિશ્ચય નિશ્ચલ હતો. “ બકરો મારીને છવાતું હોય તો જીવવા કરતાં મરી જઈએ તો શું ખોટું ?” એમ તે કહેતો. નંદના સાથીઓ ગભરાયા. નંદ મરી જશે તે પછી કામ શી રીતે ચાલશે? કાંઈ નહિ તો ભવિષ્યમાં કામ કરવા માટે પણ નંદે જીવવું જોઈએ એમ તેઓ માંહોમાંહે કહેવા લાગ્યા. નંદે તેમને સમજાવ્યા કે, દેવ આપણું કસોટી કરી રહ્યો છે, મરતાં પણ નિશ્ચય ન છેડીએ ત્યારે માણસ અને ત્યારે નિશ્ચયની કિંમત; તમે સૌ મારે માટે પ્રાર્થના કરો કે હું જીવું. તમારી સૌની પ્રાર્થનાથી હું બચીશ તે તમે સિદ્ધ કરી શકશો કે બકરાના વધથી નહિ, પણ તમારી પ્રાર્થનાથી હું જીવ્યા.
પેલામાં હિંમત આવી, શિવને તેઓ પોકારવા લાગ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા. બીજી બાજુએ ઘરડીઆએ પણ પિતાનું કારસ્થાન કરી રહ્યા હતા. તેમણે નંદની માને સમજાવવા માંડી. બાઈ બિચારી ભોળવાઈ, તેણે કહ્યું “ધરમાં પૈસા તો નથી, પણ થોડાં વાસણ છે તે લઈને બકરા ખરીદી લાવે, અને વધેરે, નહિ તો મારો દીકરો મરી જશે.'
નંદે એક રાત બિછાનામાં પડયા પડયા ભજન કર્યું. એક ક્ષણ પણ નિદ્રા લીધા વિના કરેલા ભજનને અંતે તેને પાસેના તિરૂપુંકર મંદિરના દેવ આવીને માથા ઉપર હાથ મૂકતા દેખાયા. નંદના આનંદનો પાર રહ્યો નહિ. સવારે તો તે સારો થઈ ગયો, અને બે દિવસમાં તે હરતો ફરતો થયો. તેના સાથીઓએ “હર હર મહાદેવ” ના હર્ષનાદથી ગામ ગજાવી મૂક્યું.
ઘરડીઆમાંથી એકે તો નંદના મતની બાધા લીધી હતી, પણ નંદ તે જીવતો થયે; પણ તેની માએ તો વાસણ વેચી બકરા વધેર્યા. પણ નંદનો સંધ વધવા લાગ્યો. જે જુવાન તેને છોડીને
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat