________________
અંત્યજ સાધુ નંદ
૨૯ કશું જ ન મળે ત્યારે માંસ ખાવું એટલે અપવાદ રાખે. આ સંકલ્પ કર્યા પછી પણ નંદના વિચાર તો ચાલ્યાજ કરતા કે “બ્રાહ્મણ બહારથી આટલા સાફ અને રૂપાળા દેખાય છે, શું તેમનું લેહી અને હાડકાં પણ આપણું કરતાં જુદી જાતનાં, અને જુદા રંગનાં હશે ? એ બ્રાહ્મણ કેમ જમ્યા, અને આપણે પરાયા કેમ જમ્યા ? તાડીમાંસ છોડ્યા છતાં પણ શું દેવની પ્રતિ મેળવવાને અને બ્રાહ્મણના જેવા થવાને મા કહે છે તેમ હજારો જન્મ જોઈતા હશે ? બ્રાહ્મણનાં કર્મ કેવાં અને આપણાં કેવાં એમ મા કહે છે, તે આપણાથી એવાં કર્મ શી રીતે કરાય ?”
એક દિવસ નંદ ઢોર ચરાવતો હતો ત્યાંથી દૂર કેટલાક બ્રાહ્મણના છેકરા ગિલ્લીદંડા રમતા હતા. આમાંને એક નંદના શેઠનો છોકરો હતો. ગિલ્લાં એક વખત નંદની પાસે આવીને પડી; પણ તેનાથી ગિલી ઉપાડાય નહિ તેની નંદને ખબર હતી. શેઠનો કરે દેડતે આવ્યો તેને તેણે ગિલ્લી બતાવી. તે લઈને દોડતાં છોકરે પડશે, અને પથરાથી તેનું ઘુંટણ છોલાયું, અને લોહી નીકળવા માંડયું. નંદ તેની પાસે દોડી ગયો. પેલાથી ઉઠાતું નહોતું, પણ નંદ મદદ શી રીતે કરે ? નાના શેઠે નોકરના દીકરાને કહ્યું “ભાગ અહીંથી, કૂતરા! મારી પાસે શેને આવ્યો છે? મને અડવા માગે છે કે શું ? એમ કહીને એક પથરો નંદ ઉપર ફેકયો. નંદના લમણામાં પથરો વાગ્યો, તેને લોહી નીકળવા માંડયું, અને તે તમ્મર ખાઈને પ. બીજા છોકરા આવીને શેઠને છોકરાને તો ઉઠાવી ગયા, પણ નંદને કણ મદદ કરે ? થોડી વારે બેઠે થઈ લમણે હાથ દબાવી તે તળાવે ગયો, મેં ધાર્યું અને ઘેર ગયો. નંદે મનુષ્યનું લોહી આ પહેલી વાર જોયું. બ્રાહ્મણનું અને પરાયાનું એમ એ લેહમાં તે ફરક નહોતજ, પણ પશુના લોહીમાં ફરક નહતો. અને જેમ પશુ ચીસ પાડે છે તેવીજ ચીસ બ્રાહ્મણના છોકરાએ પણું પાડી હતી ! ત્યારે બ્રાહ્મણનું કર્મ અને પરાયાના કર્મમાં ફેર ક્યાં છે અને પોતે પ્રેમથી અને દયાથી શેઠના દીકરા પાસે દે હતો, ત્યાં પેલાએ નિર્દય થઇને તેને પથરે માર્યો એ શું? બ્રાહ્મણના છોકરા આવા નિર્દય હશે? અને એવા બ્રાહ્મણોની પ્રાર્થના દેવ સાંભળે અને પરાયાની ન સાંભળે? આ નવી વિચારશ્રેણી નંદને મુંઝવવા લાગી.
નંદ હવે મોટો થયો, અને પોતે સમયે તેટલી વાતને પ્રચાર કરવા માંડયો. માંદા પડીએ ત્યારે પશુ ન જ કપાવા દેવાં, તાડીદારૂ છોડવાં, માંસ છોડવું, એટલી વાત તે પિતાના સમોવડીઆએને કહેવા લાગ્યો. એ અરસામાં આધનુરના પરાયા કાળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com