________________
૨૭
અંત્યજ સાધુ નદ આ વર્ષને પ્રવાસ અસ્પૃશ્યતાનિવારણનાજ હેતુથી હતો, એટલે સ્થળે સ્થળે નંદ સાધુની વાતો-પ્રથમ તો શ્રી. રાજગોપાલાચાર્યને મુખે અને પછી બીજાને મુખે. ત્યાર પછી વધારે હકીકત મેળવી અને એ સાધુના પવિત્ર જીવનની ટૂંક કથા “નવવન'માં આપવાને વિચાર કર્યો. તે મુજબ એ કથા આપું છું. સ્થળે સ્થળ ચાલતી કથાઓનું દહન કરી મિત્ર માધવીઆએ એક પુસ્તક લખેલું છે તેના આધારે આ વૃત્તાંત આપું છું.
નંદના જન્મને સમય તો નિશ્ચિત નથી કહી શકાતો. છો વરસ ઉપર તાંજોર જીલ્લામાં આધનુર ગામમાં અંત્યજ માતપિતાને ઘેર એને જન્મ થયો એમ કહેવાય છે. “ અંત્યજ ” કહું તેના કરતાં તેની જાતિ જે નામથી ઓળખાય છે તે કહું તો પરાયા” જાતિનાં તેનાં માતાપિતા હતાં. પરાઈ એટલે ઢાલ અને પરાયા” એટલે ઢોલ વગાડનારા. અસ્પૃશ્યોની હલકામાં હલકી જાતિમાંની આ એક ગણાય છે.
એમના વાડાઓની, ઘરની અને જીવનની કથા શા સારૂ કહેવી ? જેવાં ભંગીનાં અને ચમારનાં જીવન તેવાં તેમનાં. જેટલો મેલ, ગંદકી સામાન્ય રીતે અહીં જોવામાં આવે છે તેટલાં જ ત્યાં પણ. ભંગી અને ચમાર જેમ મુડદાલ ખાય છે, તેમ પરાયા પણ ખાય છે; અને દારૂ પીને પિતાના દુખીઆરા જન્મમાં દુ:ખ ભૂલે છે. પરાયા તો ગોમાંસ પણ ખાય છે એટલે તે વધારે હીન ગણાય છે.
નંદ ભણ્યો ગણ્યો તે શેનો જ હોય ? બીજા છોકરાની જેમ તે ઢોર ચારવા જતે, પણ એક બે વસ્તુ તેનામાં અસામાન્ય હતી. બાળપણમાં દેવદેવીઓની કાદવની મૂર્તિ કરીને પૂજવાને તેને શોખ હતા, અને તેનાં સગાંવહાલાં જ્યારે પિતાના દેવને પ્રસન્ન કરવા બકરાં અથવા મરઘાં મારતા, ત્યારે તેમની દયામણું ચીસોથી નંદનું હૈયું ચીરાતું અને તેની આંખમાંથી આંસુ વરસતાં. તે માંસ ખાતે, પણ પશુને કપાતાં તેનાથી આંખે ન જઈ શકાતાં.
નંદે એક નાનકડું બકરીનું બચ્ચું પાળ્યું હતું. જ્યાં નંદ જાય ત્યાં તે જાય, અને નંદ તેને પાંદડાં ખવડાવે, પાણી પાય અને નચાવે. એક વાર નંદને વાસી રોમાંસ ખાવાનું મળ્યાને લીધે તેને બહુ તાવ આવ્યો. જેટલા દહાડા નંદ પથારીમાં રહ્યા તેટલા દહાડા પિલા બચ્ચાએ તેની પાસે બેસીને બેં બેં કર્યા કર્યું ! નંદ આખરે સારો થયો. તેની માએ ગામની કટેરી નામની દેવી આગળ માનતા માની હતી કે નંદ સારો થાય તે માતાને બકરો ચઢાવો. જે દિવસે એ માનતા લીધી તે દિવસથી નંદ સારો થવા લાગ્યો એટલે તેની માની માનતા વિષે શ્રદ્ધા વધી. નંદ સારો થયો એટલે બકરે ચઢાવવાને સવાલ ઉભો થયો. બકરે ખરીદવાના પૈસા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat