________________
- ૨૫
વૈભવશાળી હિંદુસ્થાન પિતાનો સંસાર અત્યંત સુખથી ચલાવતો હતો. અન્ન અને વસ્ત્રની તંગી કોઈને પડે છે એવું જોવા જતાંયે નજરે પડતું નહિ. એ વખતમાં વિજયનગર એ જગતમાંનું એક અત્યંત મેટું અને શ્રીમાન રાજ્ય હતું ને ત્યાં સુંઘવારી પણ તેવી જ હતી. એક યુરોપીયન અહીંના દેશમાં ફકત ૫૦ શિલિંગમાં પ્રવાસ કરી ગયે. આ દેશમાં તે દશ મહિના રહ્યો હતો. આ દશ મહિનામાં તેને ફક્ત રોજના બે આના ખર્ચવા પડતા. બંગાળ, ગુજરાત, પંજાબ વગેરે પ્રાન્તમાં પણ આવી જ સાંધવારી હતી. જેમનું ઉત્પન્ન મોટું હતું તેઓ તે ખરેખર શ્રીમંતાઈમાં આળોટતા હતા. શરીરે અત્તર લગાડનારા, રેશમી કપડાં સિવાય બીજાં કપડાં ન વાપરનારા, એવા એ વખતના શ્રીમંત લોક હતા. આજ ઈગ્લેંડના લેક જેટલી શ્રીમંતાઈમાં રહે છે, તેટલીજ શ્રીમંતાઇમાં આપણે પણ એ વખતે રહેતા હતા; પણ અંગ્રેજોની સત્તાને પ્રભાવ જેમ જેમ પડવા લાગે ને અહીંની સંપત્તિ જેમ જેમ પરપ્રાંતમાં જવા લાગી તેમ તેમ આપણું વૈભવને ઉતરતી કળા લાગી અને અન્નવસ્ત્રવિના ભૂખે મરતાં ને શરીરે ચીંથરાં વિટાળતાં માણસે દેખાવા લાગ્યાં. આ પરિસ્થિતિ આવવાને આપણું ઉદ્યોગધંધાનો થયેલો નાશ એજ કારણ છે.
હિંદુસ્થાનની પછવાડે લાગેલો દુકાળ અને બીજી અનેક આપત્તિઓને, આપણું ઉઘોગધંધામાંથી થયેલું પૂર્ણ ઉચ્ચાટન એજ કારણ છે. ગામેગામ તેમજ ગામડાંઓમાં હતા તે બધા ધંધા અંગ્રેજોની સ્વાર્થ સાધનાની ખાઈમાં બળીને ખાખ થયા. પૂર્વે ખેડુત જે ઉત્તમ પ્રકારે જીવતે હતો, તેને કારણે ઘરગથ્થુ ધંધાને તેને સાથ હો એ છે. આજ આ ધંધાવિના તે ઉઘાડો પડયો છે. આજના વેપારી જગતમાં તેના ભાંગ્યાતૂટ્યા ને જૂના ધંધા ટકાવ ધરી શકતા નથી. આ સ્થિતિ અત્યંત અનુકંપનીય છે. અંગ્રેજોના સ્વાર્થથી જેમ આપણા વેપારને નાશ થયે, તેમ આપણી સ્વદેશી રહેણીથી તેમનો વેપાર મરી શકશે. આ બાબતનો વિચાર પ્રત્યેક સુશિક્ષિત-અશિક્ષિત કરવો જરૂરી છે, નહિ તે ભવિષ્યના ભયંકર કાળમાં હિંદુસ્થાન સ્વાહા થઈ જઈ આપણે ચારે બાજુથી ગુલામ બન્યા સિવાય રહેવાના નથી.
(“ચિત્રમય જગત”ના જાન્યુઆરી ૧૯૨૯ના અંકમાંથી)
શુ.
૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com