________________
-~-~~~-~~
-~
શુભસંગ્રહ-ભાગ ૭ મે
५-अंत्यज साधु नंद [નંદની કથા દક્ષિણના સાહિત્યમાંથી ભાઈ મહાદેવે તારવી છે તે સૌ કોઈ રસપૂર્વક વાંચે એમ ઇચ્છું છું. નંદની કથા જેડી કાઢેલે કિસ્સો છે, એમ કોઈ ન માને. તેમાં અતિશયોક્તિ ભલે આવી ગઈ હોય, પણ નંદ નામે સાધુચરિત અંત્યજ છસો વર્ષ પૂર્વે થઈ ગયો. તેણે પોતાના ચારિત્ર્યબળથી મંદિરમાં જવાને અધિકાર મેળવ્યું ને તે આજ પણ અવતારી પુરુષતરીકે હિંદુએમાં પૂજાય છે, એ વિષે તો શંકા કરાય જ નહિ. નંદની પવિત્ર કથા આપણને શીખવે છે કે, જન્મ કર્મનું ફળ છે, છતાં પુરુષાર્થ જેવી વસ્તુ વિધાતાએ આપણે સારૂ રાખીજ છે; અને નંદ જે અંત્યજ ચારિત્ર્યબળથી આજ જન્મ પવિત્ર થય ને પવિત્ર મનાયો. બ્રાહ્મણોએ તેનો હેતથી સ્વીકાર કર્યો. જે નંદ આ જન્મમાં જ પાવન થઈ શકે તે બધામાં તે શક્તિ હોય એમ આપણે માજ છૂટકો; તેથી હરકોઈ અંત્યજને આપણા મંદિરમાં પૂજા અર્થે પ્રવેશ કરવાનો અધિકાર હોવો જોઈએ.
આશા રાખું છું, કે કોઈ એવી દલીલ નહિ કરે કે નંદે તે અગ્નિપ્રવેશ કર્યો ને તેમ કરી ભલે બધા અંત્યજે મંદિરોમાં જાય. અગ્નિપ્રવેશની વાત કાવ્ય છે. અથવા ખરી માને તે એ નંદની ઈરછાએ થએલું. બ્રાહ્મણોને મોટો સમુદાય તે નંદને માત્ર સ્નાન કરાવી મંદિરમાં દર્શન કરવા દેવા તૈયાર હતો. કથામાંથી આપણે સાર ગ્રહણ કરવાનો એટલોજ છે કે અંત્યજ આ જન્મેજ પિતાના પુરુષાર્થથી પવિત્ર થઈ શકે છે, એટલે કે જે શરતે બીજા હિંદુઓ મંદિરમાં જઈ શકે છે, તેજ શરતથી અંત્યજોને પણ મંદિરમાં જવાની છૂટ હોવી જોઈએ.
આ તે ઉચ કહેવાતા હિંદુઓ પ્રત્યે.
અંત્યજોને તો નંદની કથા ઉત્તેજન આપનારી છે, તેમને પાવન કરનારી છે. એ પ્રત્યેક અંત્યજને ઘેર વંચાઓ, એમ હું તો ઈચ્છું છું; પણ તેઓ વાંચીને જ સંતોષ ન માને. નંદે જે કર્યું તે પ્રત્યેક અંત્યજ કરો. નંદની પવિત્રતા પ્રત્યેક અંત્યજમાં આવે. તેની ધીરજ, તેની ક્ષમા, તેનું સત્ય, તેની દઢતા પણ આવો. નંદ સત્યાગ્રહની મૂર્તિ હતો. નંદે નાસ્તિકોને આસ્તિક બનાવ્યા. પ્રત્યેક અંત્યજ નંદનું આખ્યાન વાંચી પિતાના દોષોને નાશ કરવા ઉત્સુક ને સમર્થ થાઓ.
| મે૦ ક. ગાંધી]
ચાર વર્ષ ઉપર જ્યારે દક્ષિણને પ્રવાસ કરેલો ત્યારે અંત્યજ સાધુ નંદની વાત કાઈને મેઢે સાંભળવામાં નહોતી આવી; પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com