________________
વૈભવશાળી હિંદુસ્થાન
૨૩
તે (કાપડ)ને પહેરીને ખુશ નહિ થતાં હાય.” આવું એક પ્રવાસી એ કાપડનું વર્ણન કરે છે. રેશમના કરતાંય ત્યાંના સુતરાઉ કાપડની વધુ પ્રશંસા થતી હતી. આ ઉપરથી એ કળા અહી આગળ કેટલી ઉંચી કેાટીએ પહાંચી હતી એ સમજાઇ આવે છે.
કારામાંડલના કિનારા ઉપરથી આપણે એરિસા પ્રાંત તરફ વળીએ, એટલે ત્યાંના ઉદ્યોગધંધાનું તે વેપારનુ એવુંજ વન સાંભળવામાં આવે છે. બંગાળને એ વખતમાં “પેરેડાઇઝ આક્નેશન્સ” (આખા રાષ્ટ્રનું નંદનવન) કહેવામાં આવતું. એનું કારણ બંગાળમાંની નૈસર્ગિક સંપત્તિની વિપુલતા ને સુલભતા એજ હતું. બંગાળના કિનારાપર દૂર દૂરના વેપારીએ આવીને વસ્યા હતા. બંગાળની પ્રસિદ્ધિ મુખ્યતઃ કાપડને માટે હતી. ઢાકાની મલમલ તેા હિંદુસ્થાનને ઇતિહાસ જ્યાંસુધી જીવંત રહેશે ત્યાંસુધી આપણા ઇતિહાસમાં કાયમનું સ્થાન રેાકી રહેશે. અહીના કાપડને અનેક નામેા હતાં. તે નામે આજ ફક્ત ઐતિહાસિક નામેા બન્યાં છે, તેમનુ અસ્તિત્વ ને તે કાપડ બનાવનારા કારીગર ઇસ્ટ ઈંડિયા ક ંપનીની આસુરી લાલસાને લીધે કેવા નષ્ટપ્રાય થયા એનેા ઇતિહાસ આજ અંકમાં અન્યત્ર વાંચવા મળશે. આ કાપડનાં નામે આ પ્રમાણે હતાં:સરપુર, કાસા, કામસા, બિટીલિયા, સતાપાસા ઇત્યાદિ. ટસર જાતિનું એક બીજું કાપડ ત્યાં બનતું. હાઁ નામના કાપડપર ફૂલવેલેા તેમજ મનુષ્યની આકૃતિએ અત્યંત કુશળતાથી કાઢવામાં આવતી. એમનું કૌશલ્ય એટલુ અનુપમ હતું કે, યૂરોપમાં એ કાપડની દુરસ્તી સુદ્ધાં થઈ શકતી નહિ. આ સિવાય અંગાળમાંથી ચેાખા, ઘઉં, અીણુ, સારા, રેશમ, લાખ, કપાસ, માં, કસ્તૂરી, હાથીદાંત માટીનાં વાસણા, અત્તરા, સાકર, નેતર વગેરે માલની નિકાશ થતી હતી. ચામડાંના ધંધા તે બહુ પ્રસિદ્ધ હતા. બંગાળની મુખ્ય પ્રસિદ્ધિ કાપડને માટે હતી. ત્યાંના કાપડની તાલે દુનિયામાં કયાંઇનુ- કાપડ આવ્યું નથી ને આવવુ શક્ય નથી. એ કાપડને કાઇ, એમાં જાણે વાયુજ વણ્યા છે એમ કહેતું; તે કાઇ સૂર્યનાં કિરણો ગુથ્યાં છે એવુ વર્ણન કરે છે. આ બાબતમાં ઔરંગજેબ બાદશાહની વાત જાણીતી છે. એની શાહજાદી એના સામે ઉભી હતી. બાદશાહને લાગ્યું કે એ નગ્ન છે તેથી તેણે ગુસ્સે થઇને તેને કહ્યું કે, “તને નગ્ન સ્થિતિમાં મારી સામે આવવાને લાજ નથી આવતી?” આનાપર શાહજાદીએ જવાબ આપ્યા કે અબ્બાજાન ! મેં શરીરપર સાત વસ્ત્ર પહેર્યાં છે!” આ ઉપરથી સાત વસ્ત્રની અંદરથી શરીર દેખાઇ શકે, એટલી એ વસ્રની જ઼ીણાશની પ્રસિદ્ધિ હતી, એમ દેખાય છે. પાયા કહે છે
આ કાપડ પરિધાન કરનારા માણસ નગ્ન છે કે સવસ્ત્ર છે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat