________________
vvvvvv','-',
વૈભવશાળી હિંદુસ્થાન ગુજરાતમાં તૈયાર થતું કાપડ કેપ ઑફ ગુડ હોપથી ચીનપર્યરતનાં તમામ સ્ત્રીપુરુષ નખશીખ સુધી વાપરતાં હતાં, એમ પાયાર્ડ કહે છે.
આ વેપારથી અગણિત સંપત્તિ દેશમાં આવતી ને તે પ્રાંત અત્યંત શ્રીમંત તથા કૌશલ્યપૂર્ણ હતું. ગુજરાતમાં મોટો વેપાર ચાલવાનું બીજું ઠેકાણું તે સુરત હતું. સુરત અને રાંદેર આ બે બંદરો એ વેળાએ મોટો વેપાર કરતાં હતાં; પણ પોર્ટુગીઝોએ રાંદેર બંદરનો પૂરે વિધ્વંસ કરી નાખ્યો. એથી સુરતને વધુ મહત્ત્વ પ્રાપ્ત થયું. સુરતનાં ધરેનું, એ ઘરની આસપાસના સુંદર બાગનું, ફળોનું, લોકોની શ્રીમંતાઈનું ને રેશમી કાપડ સિવાય બીજું કાપડ ન વાપરનારા ત્યાંના રહેવાસીઓનું-રેવરંડ કોપલંડે વર્ણન કર્યું છે. સુરતમાંથી અંતર્ગત વેપાર ચાલતો હતો. મોગલ બાદશાહ ને દક્ષિણમાંના મુસલમાન સરદાર અહીંથી આવનારો માલ વાપરતા હતા. એજ પ્રમાણે સુરતથી પરદેશમાં પણ કાપડ જતું હતું. આ ઠેકાણે કાશ્મીર, લાહોર વગેરે દૂરદૂરના પ્રદેશમાને માલ નિકાસ થવાને આવતે ને સુરત એ હિંદુસ્થાનમાંનું એક અત્યંત મોટું બંદર મનાતું હતું.
દમણ એ સુરતથી બીજા નંબરનું બંદર હતું; પણ પિોર્ટ ગીઝોના વખતથી એ બંદરનો પૂર્વકાલીન વૈભવ ઓછો થઈ તેની ગણના સામાન્ય બંદરમાં થવા લાગી.
વસઈ બંદરની એ વખતે ખૂબ પ્રસિદ્ધિ હતી. વસઈમાં વહાણો બાંધવાનો મેટો ધંધો ચાલતે હતો. વસઈમાં બહુ કિંમતી એવા ગ્રેનાઈટ જેવા પથ્થરની ખાણે હતી. વસઈની સંપન્નતાને લીધે પોર્ટુગીઝ લોક ત્યાં આગળ રહેતા ને તેમને ગવર્નર પણ ત્યાં જ વસવાટ કરતો.
દાભેળનું બંદર પણ એ વખતમાં સુવિખ્યાત હતું. પણ બીજાં બંદરની પેઠે આ બંદરપર સુદ્ધાં પિાર્ટુગીઝોને રાક્ષસી હાથ ફર્યો અને એનું મહત્વ ઓછું થયું. તથાપિ એ આપત્તિને સુદ્ધાં ન ગણકારતાં દાળ બંદરે પિતાનું મહત્ત્વ થોડા ઘણા અંશે પણ કાયમ રાખ્યું.
ત્યારપછી બીજું મહત્ત્વનું બંદર તે ચૌલ બંદર છે. આ બંદરમાં બહુ મોટી વસ્તી હતી ને એનું ક્ષેત્રફળ પણ સામાન્ય નહતું. ગુજરાતના માલની અહીં ભરતી થતી હતી. ચૌલની વિશેષ પ્રસિદ્ધિ રેશમને માટે હતી. ચૌલનું રેશમ આખા હિંદુસ્થાનમાં પૂરું પાડવામાં આવતું, એમ એ વખતના પ્રવાસીઓ કહે છે. સુતરાઉ કાપડ પણ ત્યાં આવતું. અર્થત ચૌલનું બંદર અત્યંત જાહેરજલાલી ભોગવતું હતું.
પોર્ટુગીઝોની પાશવતાથી પશ્ચિમ કિનારાનાં લગભગ પચાસ બંદર નષ્ટ થયાં. પિોર્ટુગીઝોએ નાનાં બંદરેપરનો વેપાર મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com