________________
શુભસંગ્રહ–ભાગ ૭ મે કારીગીરી આખા જગતમાં પ્રસિદ્ધ હતી. ભરતકામ, રંગકામ, કિનારીનું કામ, એજ પ્રમાણે લક્કડકામ, ધાતુ, હાથીદાંત, શિંગડાં, પથ્થર વગેરે પર કળા કૌશલ્યનાં કામ કરવા માટે અહીંના કારીગરાની ખ્યાતિ હતી. તે જ પ્રમાણે સોનું, રૂપું, માણિક્ય, મોતી, પરવાળાં વગેરેનાં ઉત્તમ કામે કરવામાં તેઓ સિદ્ધહસ્ત ને એકઠા હતા. નરમ નરમ ને સુંવાળાં કૌશલ્યપૂર્ણ એશિકાં, રજાઈએ, છતે, કાચબાની પીઠની ઢાલો, સુંદર ચિત્રકામ, વિંટીઓ, બેટને, ચાકુની મૂઠે અને દૂધ જેવાં શુભ્ર મેતીનાં કામે આજ પ્રાંતમાં થતાં હતાં. તેઓ એટલું ઝીણું કાપડ કાઢતા કે એના દેરા દેખાવા કઠણ હતા એમ લીનચેટન કહે છે –
તેઓ એવું તે સુંદર (કાપડ) બનાવે છે કે તેના તાર પણ તમે ઓળખી શકે નહિ; કારણ કે સુંદરતામાં પણ તે હેલેન્ડના કાપડને પણ ટપી જાય તેવું હોય છે.”
આના કરતાં અહીંના કારીગરોને માટે પીરાડે કાઢેલા ઉદ્દગાર વધુ મહત્ત્વના છે. તે કહે છે કે –
“તેઓ બધા બહેશ માણસે છે, અને આપણું પાશ્ચાત્ય લોકો પાસેથી તેમણે કંઈજ લીધું નથી. આપણે અત્યારની બુદ્ધિ કરતાં પણ તેમણે વધુ આપ્યું છે. આ હિંદીઓના જેવા ચતુર અને બુદ્ધિશાળી માણસે મેં બીજા કોઈ જોયા નથી. ખરું કહીએ તે પિાર્ટુગીઝ પોર્ટુગાલમાંથી શીખે અને મેળવે તે કરતાંય વધુ તેઓ તેમની (હિંદીઓની) પાસેથી શીખે અને મેળવે છે.”
પાશ્ચાત્ય રાષ્ટ્રોની પાસેથી કંઈ પણ ઉછીનું ન લેતાં આ કારીગરોએ પિતાની છાપ જગતપર કેવી પાડી હતી ને પેર્ટુગીઝો નેજ સામું શીખવવાનું સામર્થ્ય તેમનામાં કેવું હતું એ આ ઉતારા ઉપરથી દેખાઈ આવે છે.
આ બંદર પર વહાણેની એકસરખી ભીડ થતી હતી. અહીં આવતાં જતાં વહાણને વેપાર જોઈને એ વખતના યુરોપીયન લોક આશ્ચર્યમૂઢ થઈ જતા. સી. કેડીક કહે છે કે –
જે મેં તે (વેપાર) જોયો ન હોત તો ત્યાંના વેપાર વિષે મેં માન્યું જ ન હોત.”
અહીંથી નિકાસ થનારા માલની યાદી ખૂબજ લાંબી છે. તે આપવાથી વિસ્તાર થશે; પણ કેટલીક ચીજોને નિર્દોષ કર્યા સિવાય આગળ જવાતું નથી. અહીંથી ગળી મોટા પ્રમાણમાં જતી હતી. તેજ પ્રમાણે અત્તરે, સાબુ, સાકર, ઊનના ને સૂતરના ગાલીચા, લકકડસામાન, કાગળ, મીણ, રાવટીઓ, સુંદર કોચ ને લાખનાં રંગબેરંગી કારીગરીની વસ્તુઓની નિકાસ થતી હતી. અહીંનું કામ હિમતુલ્ય શુભ્ર થતું ને ગુજરાતને કાપડને ઠાર માનવામાં આવતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com