________________
૧૮
શુભમ ગ્રહ-ભાગ ૭ મા
ઉપર સુંદર રંગબેરંગી વેલબુટ્ટી વગેરે કાઢીને તેને શાભાયમાન અનાવતા. હજીસુધી એ ધંધાના અવશેષ ઉત્તરમાં દેખાઈ આવે છે. આ ધંધા પણ એકંદર સારા કિફાયતવાળા હતા. ધરની ઈ ંટા કુંભાર લેક તૈયાર કરતા. જે દેશમાં તાજમહેલ જેવાં ઉત્કૃષ્ટ કામે થયાં ને દક્ષિણ હિંદુસ્થાનમાંના ગેપુરા જેવાં પ્રેક્ષણીય દેવળા નિર્માણ થયાં, એ દેશમાં બાંધકામને માટે જોઇતું સાહિત્ય નિર્માણ કરવાને કેવડા મેાટા ધંધા હોવા જોઇએ.
આ સિવાય ખેતીવાડી, જંગલ વગેરેમાંથી ઉત્પન્ન થનારા ધંધાના સુદ્ધાં એ વખતે અચ્છે! પ્રસાર થયેા હતેા. માછલાં પકડવાને તે તેનું તેલ વગેરે કાઢવાના ધંધા પણ એ વખતે હતેા, એમ જણાય છે. મેાતી કાઢવાના ધંધામાં ૬૦,૦૦૦ લેાકેાની ઉપવિકા ચાલતી હતી. સારા, મીઠું, ખાણેામાંથી ધાતુ કાઢવી, કાલસા તૈયાર કરવા, હીરા કાઢવા એ ધંધા પણ એ વખતમાં સારા ચાલતા. આપણા દેશમાં તંબાકુ બિલકુલ નહેાતી, દારૂ પર સખ્ત નિયંત્રણ હતું, અફીણુ માત્ર દવાઓને માટે બિહાર અને માળવામાં તૈયાર થતુ હતું. ઋણુ, ભીંડી વગેરેમાંથી પુષ્કળ ઉપયેાગી વસ્તુઓ થતી તે તે ધંધા બહેાળા પ્રમાણમાં ચાલતા. રંગને માટે હિંદુસ્થાનની પ્રસિદ્ધિ હતી, ને તે ધંધા બહુજ સારી રીતે ચાલતા. આ બધા ધંધાઓમાં મુખ્ય અને માટે ધંધે તે રેશમી તથા સુતરાઉ કાપડ બનાવવાના હતા. આ ધંધામાં આપણી કેટલી પૂણૉવસ્થા થઇ હતી, એ કહેવું પડે તેમ નથી. આગળ જતાં જેમ જેમ પાશ્ચાત્ય વેપારીએ અહીં આવવા લાગ્યા તેમ તેમ આ માલ વિલાયતમાં ફેલાયા. ઊનનાં કપડાં પણ એ વખતમાં પુષ્કળ જથ્થામાં થતાં હતાં. અકબરના વખતમાં ઉત્તમ પ્રકારની શાલા થતી. એ ધંધાને અકઅરે આશ્રય દીધા હતા; ને લાહાર તા એ ધંધાતું મુખ્ય સ્થળ હતું. આગ્રા અને લાહારમાં ઉત્તમ ગાલીચા તૈયાર થતા. એકંદર ઉદ્યોગધધા કેટલા હતા એની રૂપિયામાં ગણતરી કરવાને સાધન નથી; પણ હિંદુસ્થાન ધનવાન હતા ને પેાતાની જરૂરીઆતે પૂરી પાડીને તે બીજાઓને સુદ્ધાં તૈયાર વસ્તુઓ પૂરી પાડતા હતા, એ નિવિવાદ છે.
હિં'દુસ્થાનમાં કલાકૌશલ્ય અને ઉદ્યોગધા એ એટલા શિખરે પહાંચ્યા હતા તે ટેરી નામને લેખક કહે છે:- જગતમાંના તમામ રૂપેરી ઝરા અને નદીએ જે પ્રમાણે સમુદ્રમાં વહી જાય તે પ્રમાણે હિંદુસ્થાન તરફ વળ્યા જતા હતા. હિંદુસ્થાનમાં દર વર્ષે કેટલું સાનું અને રૂપું પરદેશમાંથી આવતું હતું એના હિસાબજ નહેાતે, પણ હિંદુસ્થાનના પૈસેા પરદેશમાં લઇ જવા એને અત્યંત મેટા ગુન્હા માનવામાં આવતા ને એને માટે ફાંસીની શિક્ષા જેટલી જબરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com