________________
શુભસંગ્રહ–ભાગ ૭ મે હિંદુસ્થાનનું વર્ણન કરનાર ને બની શકે ત્યાંસુધી હિંદુસ્થાનને કમી લેખવાનો પ્રયત્ન કરનાર મેરલંડ કહે છે –
“ઉદ્યોગોના સંબંધમાં એ તો નિર્વિવાદ છે કે, અત્યારના યુરોપ કરતાં હિંદુસ્થાન ઘણાજ આગળ વધેલ હતો.”
પણ આનાય કરતાં વધુ ઉદારદષ્ટિથી આપણી સ્થિતિ તરફ જેનાર ડિબી સાહેબ “પ્રાપુરસ ઈન્ડિયા” નામના પુસ્તકમાં લખે છે –
“પ્લાસીના યુદ્ધ પહેલાં અને (હિંદુસ્થાનને) ખજાને ઈગ્લેંડ ઘસડાતો થયો તે પહેલાં આપણા દેશને (યુરેપન) ઉદ્યોગ ઘણેજ પડતી દશામાં હતો.”
લાસીની લડાઈ પહેલાં ઈંગ્લેંડના ઉદ્યોગધંધાની કેટલી શોચનીય સ્થિતિ હતી એ આ અવતરણ ઉપરથી દેખાઈ આવે છે. હિંદુસ્થાન એ વખતમાં ઉદ્યોગધંધાની અંદર યુરોપના કરતાં પુષ્કળ આગળ હતો, એ નિર્વિવાદ છે. હવે આપણે એ વખતના ધંધા તરફ વળીએ.
સૌથી પ્રથમ આપણે સાકરને ધંધે લઈએ. સાકર એ મુખ્યતઃ બંગાળમાં થતી હતી. આ સાકર દક્ષિણમાં અને પૂર્વમાં જતી હતી. એ સિવાય ગુજરાતમાં પણ સાકર થતી હતી. લાહોરની આસપાસ પણ સાકર બનાવતા હતા. આ સાકરને વેપાર બહુજ મોટા પ્રમાણમાં ચાલતા હતા. ૧૮૧૩ ની સાલમાં ટોમસ મરે નામને ગૃહસ્થ પાર્લામેંટરી કમિટિ આગળ સાક્ષી આપતાં કહે છે:--
મારૂં માનવું છે કે, અત્યારના સમયે સાકરની પેદાશ અત્યંત ગુંગળાઈ ગયેલ છે તે પણ સમસ્ત યૂરેપખંડને જોઈતી ખાંડ પૂરી પાડવાને તે (હિંદુસ્થાન) તૈયાર કરી શકે તેમ છે.” - હિંદુસ્થાનમાં આ સાકર અતિશય બહેળા પ્રમાણમાં તૈયાર થતી એ બિલકુલ નિર્વિવાદ છે ને આખા યુરોપને સુદ્ધાં તે પૂરી પડી શકી હોત; પણ અંગ્રેજોએ વેસ્ટ ઈડીઝ તરફ જે શેરડીનાં ખેતરે કર્યા હતાં તે જીવિત રહે એ વધુ જરૂરનું હોવાથી આ સાકર સસ્તી પડવા છતાંય તેને વિલાયતમાં આવવા દીધી નહિ. આ સાક્ષીદાર કહે છે –
સ્ટીમરમાં જે અતિશય ખાંડ ભરવામાં આવશે તે બજારમાં ખાંડની અત્યંત ભરતી થવાથી વેસ્ટ ઈન્ડિઝની પેદાશને સખત કો પહોંચશે.”
વેસ્ટ ઇન્ડિઝમાંની સાકરને કઈ પણ પ્રકારે અડચણ ન આવે એટલા સારૂ વહાણમાં સાકરનું વજન સુદ્ધાં લેવું નહિ, એવા પ્રકારનું કડક ધોરણ એ વખતે સ્વીકારવામાં આવ્યું એવું સિદ્ધ થાય છે. અગાઉ ઘાલેટ વગેરે ખનીજ તેલ નહોતાં-અર્થાત એ વખતે તલ, કરડી, ભેયશિંગ વગેરેમાંથી તેલ કાઢતા. આ ધંધો
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat