________________
વૈભવશાળી હિંદુસ્થાન -
૧૫ અંતપર્યત હિંદુસ્થાનની પ્રજાને મોટો ભાગ જુદા જુદા હુન્નરઉદ્યોગોમાં રોકાયેલો હતો.
૧૮ મા સૈકાપર્યત અહીંના ઉદ્યોગધંધાની આવી ઉત્તમ સ્થિતિ ચાલુ હતી. હિંદુસ્થાનના નાશનો પાયો નાખનાર કલાઇવ સાહેબ જ્યારે અહીં આવ્યા ત્યારે મુર્શિદાબાદનો વૈભવ જોઈને આશ્ચર્ય ચકિત થઈ નીચેના ભાવનું બોલ્યા હતા –
“મુર્શિદાબાદ લંડન જેવડું મેટું, ગાજી રહેલું ને શ્રીમંત શહેર હતું. પણ મુર્શિદાબાદના લોક લંડનના કરતાં ઘણું વધુ શ્રીમંત છે.” હિંદુસ્થાનમાં ઔદ્યોગિક સંપત્તિને ઝરે અખંડ વહેતો હોવાથી શહેરેની સાથે ગામડાંઓ પણ જાહોજલાલી ભોગવતાં હતાં. ગામેગામ પિતાના ઉદ્યોગધંધા ને ખેતી હોવાને લીધે લોકોને કોઈ પણ પ્રકારની ઉણપ ભાસતી નહિ. બધા લોક સુખસમાધાન ને આનંદમાં ફરતા હતા. ભવિષ્યમાં પાશ્ચાત્ય વેપારરૂપી રાક્ષસ હિંદુસ્થાનમાં આવશે ને આપણું સુખની હોળી કરશે, એવી કલ્પના પણ કોઈનાથી ભૂલેચૂકેયે થઈ શકી નહિ હેાય. પણ સુંદર સ્ત્રીનું સૌંદર્ય જેમ તેના નાશના કારણરૂપ બને છે, તેવી સ્થિતિ હિંદુસ્થાનની થઈ. આપણુ પાસેથી તૈયાર માલ લેવા સારૂ આવેલા પાણા, આપણા વેપારનો કેવી રીતે નાશ કરી શકાય એનો વિચાર કરવા લાગ્યા. હિંદુસ્થાનને વેપાર ડૂબાવીને ઇંગ્લંડનો વેપાર કેવી રીતે વધારી શકાય એની તેમને ચિંતા લાગી રહી ને એ દિશામાં તેમના પ્રયત્ન શરૂ થયા. પ્રસ્તુત લેખમાં અમે ફક્ત હિંદુસ્થાનમાં એ વખતે કયા ક્યા ધંધા હતા એને સંક્ષેપમાં વાચકોને પરિચય કરાવનાર છીએ. આ ધંધા ઇંગ્લીશ વેપારીઓએ કેવી કેવી રીતે ડૂબાવ્યા એની હકીકત આગલા લેખમાં આપીશું.
- જે વેળાએ યુરોપીયન વેપારી હિંદુસ્થાનમાં આવ્યા તે વેળાએ હિંદુસ્થાનની સ્થિતિ સ્વયંપૂર્ણ હતી, એ ઉપર આવ્યું જ છે. હિંદુસ્થાનનું ને બાહ્ય જગતનું એ વખતે દળણુવળણુ હતું અને માલની નિકાશ પણ થતી હતી. હિંદુસ્થાનમાં એ વખતે કળાકૌશલ્યના નાના મોટા પુષ્કળ ધંધા ચાલતા; પણ તેની માહિતી ઉપલબ્ધ થવી બહુ કઠણ છે. તો જે મોટા મોટા ધંધા એ વખતમાં ચાલતા હતા તેટલાજ ધંધાનો આપણે પરામર્ષ લઈએ. આ વિચાર કરતી વેળા આજના ઉદ્યોગધંધાનું ચિત્ર નજર સામે રાખવું ભૂલભરેલું છે. આજના જેવાં એ વખતમાં માલને લઈ જવા લાવવાનાં સાધને નહેતાં; એટલું જ નહિ પણ ગાડાંઓને જવા આવવાને ઘણું ગામમાં સડકો પણ નહોતી. પણ એ કાળને હિંદુસ્થાન ને એ કાળનો યૂરેપ, એની તુલના કરીએ તો હિંદુસ્થાન એ સમયે આગળ વધેલો દેશ હતા, એમાં વાદ નથી. અકબરના મૃત્યુસમયના
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat