________________
વૈભવશાળી હિંદુસ્થાન ४ - वैभवशाली हिंदुस्थान
૧૩
જગતમાંના તમામ રૂપેરી ઝરા-નદીઓ જે પ્રમાણે સમુદ્રમાં વહી જાય તે પ્રમાણે હિંદુસ્થાન તરફ વહી જતા હતા.
હિ‘દુસ્થાન એક કાળે અત્યંત વૈભવસંપન્ન દેશ હતા. હિંદુસ્થાનમાં જે વેળાએ ઉદ્યોગધધાની જાહેાજલાલી હતી તે કાળે આપણા પૂર્વજ પેાતાનીજ આવશ્યકતાઓ પૂરી પાડતા હતા; એટલુંજ નહિં પણ દુનિયામાંનાં ઈતર રાષ્ટ્રોની સુદ્ધાં આવશ્યકતાઓ પૂરી પાડવાનુ કામ તે કરતા હતા. પણ કાળ બદલાયા અને આપણા લેાકેાને અંગ્રેજ, ફ્રેન્ચ, ડચ, પાટુ ગીઝ, સ્પેન વગેરે દેશમાંના લેાકેાને વેપારને માટે આપણા દેશ માકળેા મૂકવાની દુર્બુદ્ધિ થઇ. ઇસુ ખ્રિસ્તના પવિત્ર સંદેશ અખિલ જગતમાં ફેલાવનારેા માણસ જેમ અંતઃકરણમાં કઇ દુષ્ટ હેતુ ધારણ કરીનેજ એ કામ કરતા હશે એવી કલ્પના સુદ્ધાં કરી શકાતી નથી; તેજ પ્રમાણે વેપાર કરનારા માણસના મનમાં કંઇ કાળુગારૂં હશે એવી કલ્પના પણ કાઇનાથી કરી શકાઈ નહિ. તમારા દેશમાં માલ હું વેચાતા લઉં છું, મારા દેશમાંના માલ તમે વેચાતા યે; આવા આ સરળ અને સીધેા વ્યવહાર છે, એમ આપણા લેાકેાને લાગ્યું. દાતૃત્વ અને પરેાણાચાકરીને માટે તે આપણા દેશ કેટલેા પ્રખ્યાત હતા ! જે દેશના લેાકાએ પેાતે ભાતનું પાણી પીને અંગ્રેજોને ભાત ખાવા આપ્યા તેમના દાતૃત્વની મહત્તાનુ વર્ણન કરતાં સહસ્ત્ર મુખવાળા શેષ ભગવાન પણ થાકી જાય ત્યાં આપણું શું ગજું ? વેપાર એટલે કેટલેા પવિત્ર વ્યવહાર ! ગેારા લાક અહીંથી કાચેાપાકા માલ લઈ જતા અને એના બદલમાં દ્રવ્યના ઢગલા કરતા; પણ આ દ્રવ્યરાશીની અંદર દારૂના કાઠારા ભર્યો છે, એની આપણા લેાકેાને શી કલ્પના ? આ વેપારીએ આપણા નંદનવનમાંનાં ફળપુષ્પાના ભારથી નમેલાં વૃક્ષા, ગાઢાં જંગલા, કુમળાં કુમળાં તૃણાંકુર, આ સર્વના સંહાર કરીને અને તેમને આગેા લગાડીને બધી જમીન સળગાવી મૂકી સાક્ કરશે, એવી શુ કાઇને કલ્પનાયે આવી હશે ? ખુદ ક ંપનીના વખતના અહીરાવણુ મહીરાવણેાને જો હમણાં તેમના વિષષ્મીજના કેટલેા પ્રચંડ વિસ્તાર થયા છે એ જોવાને મેાલાવીએ તે તેમનેા આ દૃશ્ય ઉપર વિશ્વાસ બેસશે નહિ. જાદુગરની જાદુગરી, કિમિયાગરના કિમિયા અને પ્રત્યક્ષ પરમેશ્વરની અટત લીલા, એ અંગ્રેજોના કર્તવ્ય આગળ ગરીબડી ને બિચારી ઠરશે. દેવદૂત-ખરેખરજ અંગ્રેજ દેવદૂત હતા. દેવદૂત સિવાય આવી કામગીરી કાનાથી કરી શકાય? રાવણ પણ દેવજ હતા તે તેના એ દૂત અહીંતહીં ક્રૂરતા હતા. આ રાવણુની વિરુદ્ધ સહેજ ઉચ્ચાર કરવા
શુ. ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com