________________
શુભસંગ્રહ-ભાગ ૭ માં ને લીધે બિચારા માલવીયજીને શમશેમનો મારે હજી હમણાં જ સહન કરે છે. પણ રાવણ એ રામભક્તોને દેવજ લાગવો જોઈએ એમ ડું જ છે ?
અંગ્રેજો એ વેળાએ દેવદૂત જેવા લાગ્યા; આપણે તેમને આશ્રય દળે ને આજ પ્રખર તાપના મારામાં આપણે તરફડીએ છીએ. આ દોષ અંગ્રેજોને કે આપણે, એને આપણે વિચાર નહિ કરવો જોઇએ કે?
માત્ર ૧૦૦-૧૫૦ વર્ષમાં ઉદ્યોગધંધાથી ગાજી રહેલા હિંદુસ્થાનને પૂર્ણપણે પરાવલંબી બનાવી મૂકી પિતાનો માલ લેવાની ફરજ પાડનારા અંગ્રેજોનું કયા શબ્દોમાં કૌતુક કરવું એ સમજાતું નથી. સ્વાર્થ એ કોઈ પણ રાષ્ટ્રથી છૂટયો નથી. અંગ્રેજોને સુદ્ધાં એ સ્વાર્થ હતો અને એ સ્વાર્થને લીધે તેમણે હિંદુસ્થાનના વેપારને સમૂળ મારી નાખીને હિંદુસ્થાનને પિતાનું ગ્રાહક બનાવ્યું. આ જાદુ અંગ્રેજોએ કેવી રીતે કર્યો ને હિંદુસ્થાનમાં બધે વેપાર, ઉદ્યોગધંધા વગેરે છીનવી લઈ શ્રીમંત હિંદુસ્થાનને કંગાલ કેવી રીતે બનાવ્યો એજ બતાવવા સારૂ પ્રસ્તુત અંક કાઢયો છે. હિંદુ
સ્થાનના વૈભવની કમાન આ કાળમાં એકસરખી ઉતરતી ગઈ અને બ્રિટિશોની ભાગ્યરેષા એકસરખી ચઢતી જઈ તેઓ વૈભવપર આરૂઢ થયા.
જે વેળાએ અંગ્રેજ હિંદુસ્થાનમાં આવ્યા એ વેળાએ હિંદુસ્થાન સ્વયં પૂર્ણ હતો. આપણા દેશમાં કાપડ, ઊન, સાકર, નૌકાનયન, લોખંડ, પિલાદ વગેરે ધંધા સારા જોરમાં હતા. પરદેશીઓના મેં તરફ જોવાની આપણને જરૂર નહતી. એ પૈકી ઘણાખરા ધંધાએમાં હિંદુસ્થાન ઇગ્લેંડથી તો શું પણ આખા યૂરેપથી આગળ હતા. અંગ્રેજોએ આપણા દેશમાં આવવું ને આ ધંધાઓનું શિક્ષણ લેવું, એવી એ વખતની પરિસ્થિતિ હતી. સોનું, રૂપું, હીરા, માણેક વગેરેથી આપણે દેશ ચીકાર ભરેલો હતો. એનાં વર્ણને અનેક પ્રવાસીઓએ કરેલાં છે; પણ એ સિવાય ઉદ્યોગધંધાવડે પણ આપણાં શહેરો અને ગામડાં ગાજી રહેલાં હતાં. યુરોપીયન વેપારી જે પ્રથમ હિંદુસ્થાનમાં આવ્યા તે કાચા માલને માટે આવ્યા નહોતા. તે અહીંના તૈયાર માલના મેહથી આવ્યા. સર હેત્રી કૅટન “ન્યૂ ઇડિયા'માં કહે છે – ' યૂરોપીયન વેપારીઓ પહેલવહેલા હિંદુસ્થાન પ્રત્યે આકર્ષાયા તે તેના (હિંદુસ્થાનના) કાચા માલથી નહિ, પણ તેની તૈયાર સમૃદ્ધિથી આકર્ષાયા હતા. “ર્મઝ અને ઇન્ડની ઔદ્યોગિક સમૃદ્ધિથી પશ્ચિમાત્ય રાષ્ટ્રની આંખે અંજાઈ અને તેમણે તે દેશના માર્ગની શોધખોળ માટે માણસો મોકલ્યા. અઢારમા સૈકાના
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat