________________
૧૮
શ્રાવક જીવન : ભાગ ૪
પછી અશાંતિ, ક્લેષ અને સંતાપ શરૂ થઈ જાય છે. જૂઠ, ચોરી, હિંસા વગેરે ય શરૂ થઈ જાય છે. જે સંબંધ સુખ પામવા બાંધ્યો હતો તે સંબંધ દુઃખદાયી બની જાય છે, ત્યારે તો સંબંધની વ્યર્થતાનો ખ્યાલ આવવો જોઈએ ને ? જ્યારે પાપકર્મનો ઉદય થાય છે ત્યારે સ્નેહી પણ શત્રુ બની જાય છે.
બીજો વિશિષ્ટ સંબંધ છે માતાપિતાની સાથે પુત્ર-પુત્રીનો. જ્યાં સુધી બાળકો નાનાં હોય છે ત્યાં સુધી માતાપિતા માટે પ્રાયઃ સમસ્યા ઊભી થતી નથી, પરંતુ જ્યારે બાળકો કિશોર અવસ્થામાં આવે છે ત્યારે માતાપિતા માટે સમસ્યા પેદા થઈ જાય છે ઃ બંનેના વિચારોમાં, કાર્યપદ્ધતિમાં, વ્યવહારમાં ભિન્નતા આવી જાય છે. એનાથી પરસ્પર ટકરાઈ જાય છે.
જ્યારે છોકરા-છોકરીઓ યૌવનમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓ વધારે સ્વતંત્ર બની જાય છે. માતાપિતાને પૂછ્યા વગર જ પોતાની મરજી પ્રમાણે કરે છે. માતાપિતાનો મોહ ઊતરી જાય છે. માતાપિતા અંદરઅંદર પોતાનું દુઃખ રડે છે ઃ ‘આનાથી તો વધુ સારું એ કે તેઓ નિઃસંતાન હોત.’
મારો એક પરિચિત પરિવાર હતો. લગ્ન કર્યે ૧૦ વર્ષ થઈ ગયાં હતાં. પરંતુ સંતાન ન હતું. તેઓ ખૂબ ઇચ્છતાં હતાં કે તેમને એક પુત્રની પ્રાપ્તિ થાય. એમણે બની શકે તેટલા ઉપાય કર્યા હતા. તેમને પુત્રની પ્રાપ્તિ થઈ. તેઓ ખુશીથી નાચી ઊઠ્યાં. એક જ પુત્ર હતો, પરિણામે માતાપિતાએ પોતાનો સમગ્ર પ્રેમ એના ઉ૫૨ વરસાવ્યો. છોકરો ૭-૮ વર્ષનો થયો, તેની સ્વતંત્રતા પ્રકટ થવા લાગી. માતાપિતાએ વાતને ગંભીરતાથી ન લીધી. છોકરો ભણતો ન હતો, રમતો હતો અને લડાઈ-ઝઘડા કરતો રહેતો હતો. તે જ્યારે ૧૪-૧૫ વર્ષનો થયો તો બીડી પીવા લાગ્યો, જુગાર રમવા લાગ્યો, ઘરમાંથી ચોરી કરવા લાગ્યો. છતાં ય માતાપિતાએ એને રોકવાના આવશ્યક ઉપાય ન કર્યા.
છોકરો યુવાન બન્યો, માતાપિતાની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો, અપશબ્દ બોલવા લાગ્યો. પૈસાનો દુર્વ્યય શરૂ કર્યો. માતાપિતાની ચિંતા વધી ગઈ. અતિ ચિંતામાં પિતાનું મૃત્યુ થઈ ગયું. માતાએ પુત્રનાં લગ્ન કરી નાખ્યાં. છોકરાની પત્ની કંઈક સમજદાર હતી પરંતુ છોકરો તેની પત્નીની વાત ક્યાં માનવાનો હતો ? તેણે વ્યસનોમાં પિતાની તમામ સંપત્તિ ખરચી નાખી. ગામ છોડી દીધું. ગામનું ઘર, દુકાન....બધું જ વેચી માર્યું. તે શહેરમાં ગયો. માતા અતિ દુઃખી થઈને - ૨ડીરડીને મરી ગઈ. આજે એ છોકરો છોકરો નથી રહ્યો, પિતા બની ગયો છે, પરંતુ નિર્ધન સ્થિતિમાં જીવી રહ્યો છે. વર્તમાન સમયમાં માતાપિતા અને સંતાનોની વચમાં વિચારોની ઊંડી ખાઈ પડી ગઈ છે. એક બીજાથી સંતુષ્ટ નથી. સંબંધો તો નામ માત્રના રહ્યા છે. તો પણ સંબંધોનો મોહ તૂટતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org