________________
પ્રવચન ૭૩
ન આપતા હો તો તમારી સંપત્તિ અને પારકાની સંપત્તિમાં શું ભેદ પડશે? જેવી રીતે બીજાની સંપત્તિનો તમે ઉપયોગ નથી કરી શકા, અને દાન પણ નથી આપી શકતા, એ રીતે તમારી સંપત્તિ પણ દાન યા ભાગમાં કામ આવતી નથી.
સોના-ચાંદીની પાટો જોઈજોઈને ખુશ થવાનું નથી. કરંસી નોટોના બંડલો જોઈને ખુશ થવાનું નથી, આ આસક્તિ આ જીવનમાં તો દુઃખ આપે છે, આવનારા જન્મોમાં પણ ભયંકર દુઃખ આપશે. ધનની આસક્તિ અતિ ભયાનક છે.
મનુષ્ય ધન કમાવા માટે ઘણાં કષ્ટ વેઠે છે. પરદેશ જાય છે. પત્ની-પુત્રાદિ પરિવારથી દૂર રહે છે. દિનરાત પુરુષાર્થ કરે છે. જે તે એ ધનને ભોગવતો નથી યા દાન પણ કરતો નથી... તો તે મહામૂર્ખ છે. અનેક સમારંભ કરીને કમાયેલું ધન...પાછળ મૂકીને મૃત્યુ પામે છે. સાથે તો માત્ર પાપનાં પોટલાં બાંધીને લઈ જાય છે. ધન તો બધું અહીં જ રહી જાય છે. એટલા માટે જ્ઞાની પુરુષો કહે છે કે ધન-સંપત્તિની આસક્તિ ન કરો. મમત્વ ન રાખો. બની શકે એટલો સદુપયોગ કરો. લક્ષ્મીની ચંચળતા યાદ રાખો, ભૂલો નહીં. સંસારના સંબંધ :
સંસારની પાંચમી મહત્ત્વપૂર્ણ વાત છે સંબંધોની. સામાન્ય માણસ સંબંધોમાં સુખ જુએ છે. એટલા માટે તે નવા નવા સંબંધ બાંધતો જાય છે. પોતાની આસપાસ તે સંબંધોની જાળ ગૂંથી લે છે, પછી એ જાળમાં ફસાઈને ઘોર દુઃખનો અનુભવ કરે છે.
એટલા માટે “સંબંધો'ના વિષયમાં વાસ્તવિક અવલોકન કરવું આવશ્યક છે. સંબંધોનું અવલોકન જ્ઞાનવૃષ્ટિથી કરો. સંબંધોની ક્યાં સુધી યથાર્થતા છે, સંયોગજન્ય સુખ ક્યાં સુધી વાસ્તવિક છે, એનું ચિંતન કરવાનું છે. કેટલાક મહત્ત્વપૂર્ણ સંબંધો લઈને આપણે વાત કરીએ.
સંસારમાં પહેલો મહત્ત્વપૂર્ણ સંબંધ છે પતિ-પત્નીનો. વૈષયિક સુખ પ્રાપ્ત કરવા માટે આ સંબંધ સંસારમાં માન્ય કરવામાં આવ્યો છે. પરસ્પર વિશ્વાસ, પરસ્પર સહાયતા, પરસ્પરનો પ્રેમ, વગેરે વાતો આ સંબંધમાં અપેક્ષિત છે. આમાંથી એક પણ વાત બગડી જાય છે તો સંબંધ બગડી જાય છે. જો પુરુષ પત્નીનો વિશ્વાસઘાત કરે છે, અથવા સ્ત્રી પતિનો વિશ્વાસઘાત કરે છે તો સંબંધ બગડી જાય છે. જો પત્નીને પતિનો પ્રેમ નથી મળતો યા પતિને પત્નીનો પ્રેમ નથી મળતો તો સંબંધ બગડી જાય છે. આવાં તો કેટલાંય નિમિત્તો હોય છે કે જે સંબંધો બગાડે છે. સંબંધ બગડ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org