________________
પ્રવચન ૭૩ . ° • યૌવન ઈન્દ્રિયોની પ્રબળ ઉત્તેજનાથી આક્રાન્ત હોય છે. • ઉદ્ધતાઈ અને વક્રતાથી યૌવન ઉન્મત્ત બની જાય છે. • યૌવનકાળમાં મનુષ્ય પ્રાયઃ વૃદ્ધાવસ્થા અને મૃત્યુનો વિચાર કરતો નથી. • યૌવનકાળમાં માણસ માતા-પિતાનો તિરસ્કાર કરી દે છે.
ગુરુજનોનો આદર કરતો નથી, પરમાત્મા પ્રત્યે પ્રીતિ-ભક્તિ થતી નથી.
આવા યૌવનની આંતરિક વાસ્તવિકતાનું અવલોકન કરવાનું છે. શાન્તિથી, સ્વસ્થ ચિત્તથી અવલોકન કરવાનું છે.
પ્રથમ વાત એ વિચારો કે : યૌવન ક્ષણિક છે. યૌવન કાયમ રહેનારી અવસ્થા નથી. બીજી વાત એ છે કે યૌવનમાં કરેલાં કુકર્મો વૃદ્ધાવસ્થામાં દુઃખ આપે છે. પરલોકમાં તો તેનાં માઠાં ફળ ભોગવવાં જ પડે છે. યૌવનકાળમાં પણ મૃત્યુ થઈ શકે છે. ગમે ત્યાં અને ગમે ત્યારે મૃત્યુ થઈ શકે છે. મૃત્યુ સામે યૌવન પણ લાચાર થઈ જાય છે. અતિવૈષયિક સુખભોગોથી યૌવન રોગગ્રસ્ત બની શકે છે.
અતિચિંતાઓથી યૌવન નિરાશાઓથી ઘેરાઈ જાય છે. ૦ વિવિધ પ્રકારના રોગો - “હાર્ટટ્રબલ” “ડીપ્રેશન'...જેવા રોગો યૌવનને ગળી જાય
આ છે યૌવનનું વાસ્તવિક અવલોકન. આ અવલોકન કરીને યૌવનનો સદુપયોગ કરવાનો નિર્ણય કરવો જોઈએ. યૌવનનો સદુપયોગ :
યૌવનનો સદુપયોગ ત્યારે સંભવિત બની શકે કે જ્યારે યૌવનમાં વિવેક હોય. વિવેકસંપન્ન યૌવન જ મનુષ્યનું જીવન છે. સંકલ્પ વગર સદુપયોગ નહીં કરી શકો. કારણ કે યૌવનમાં મન અને ઇન્દ્રિયો ઉન્મત્ત હોય છે. • યૌવનમાં પ્રથમ સત્કાર્ય કરવાનું છે પરોપકારનું, જે દીન, દુઃખી અને અનાથ
લોકો છે એમના ઉદ્ધારનું કાર્ય કરવું જોઈએ. આજકાલ તો એવી સંસ્થાઓ પણ છે કે જે પરોપકારનું કાર્ય કરે છે. એવી સંસ્થાઓમાં માનદ્ સેવાઓ અર્પિત કરવી જોઈએ. હૉસ્પિટલોમાં નિર્ધન દરદી હોય છે, ગરીબ દરદીઓ હોય છે તેમની દેખભાળ કરવી અને ઔષધ-અનુપાન વગેરેની વ્યવસ્થા કરવી ખૂબ મહત્ત્વનું કાર્ય છે. યૌવનમાં પોતાના આત્મા માટે તપશ્ચર્યા અને તત્ત્વજ્ઞાનનું અધ્યયન કરવું. જોઈએ. જ્ઞાની પુરુષોનો પરિચય તેમજ પરમાત્મભક્તિ કરવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org