________________
વિધવાત્સલ્યની ધર્મનિષ્ઠા
૧. વિશ્વ વાત્સલ્યની ધર્મનિષ્ઠા કઈ જૈન બૌદ્ધ વૈદિકાદિ ખાસ ધર્મ ઉપરની કે અમુક ધર્મના ક્રિયાકાંડોની અગર તે સંપ્રદાયની અથવા પુણ્ય દાનાદિ રાહતના કામો ઉપરની નિષ્ઠા નહીં; પણ વિશ્વધર્મોની દષ્ટિએ તત્ત્વજ્ઞાન અને સદાચારને પાયામાં રાખીને રચાયેલી વ્રતનિષ્ઠા (વ્રતબદ્ધતા) જાણવી ૨. નીતિ નિષ્ઠા અને વ્રતનિષ્ઠા બન્નેને એક બીજા સાથે અન્ય સંબંધ છે. નીતિનિષ્ઠા પામે છે તે વ્રતનિષ્ઠા ચણતર છે. બને મળીને આચારનિષ્ઠા પૂર્ણ થાય છે. નીતિ નિષ્ઠા તે વિશ્વવાત્સલ્યમાં માનનારી અને એને લક્ષ્યમાં રાખીને સ્થપાયેલ દરેક સંસ્થા અને વ્યક્તિમાં હોવી જોઈએ. વતનિષ્ઠા કદાચ આંશિક હોય કે ન હોય, પણ નીતિનિષ્ઠા પાકી હશે તે વ્રતનિષ્ઠા તરફ એ વળ્યા વગર રહેશે નહીં. નીતિનિષ્ઠા વગરની વતનિષ્ઠા કાંતો જડ કાંતે ઝનૂની કાં તો અનઘડ વિધાન કરનારી અથવા તે ક્રિયાકાંડમાં જ રાચનારી થઈ જશે. આવા દાખલાઓ લગભગ બધા ધર્મોમાં બન્યા છે. મ. ગાંધીજીના સંપર્કમાં આવેલ કેટલાક કાર્યકરોમાં વતનિષ્ઠા આવી, પણ નીતિનિષ્ઠા કાચી રહી ગઈ, પરિણામે તેઓ વ્યવહારમાં વ્યકિતવાદી અને કાંત એકાંગી બની ગયા. પંડિત નેહરૂજી જેવા કેટલાકમાં નીતિનિષ્ઠા પાકી હોઈ તેઓ આડકતરી રીતે વતનિષ્ઠા તરફ વળતા જાય છે, એટલે સાધુ વર્ગમાં તે બન્ને નિષ્ઠાઓ સર્વાશપણે હેવી જોઈએ, લેકસેવકેમાં નીતિનિષ્ઠા અને આંશિક રૂપે વ્રતનિછા હોવી જરૂરી છે; તથા જનસંગઠનમાં તથા રાજ્ય સંગઠનમાં ગયેલા વિશ્વવાત્સલ્યમાં માનતા લે કે માં નીતિનિષ્ઠા પાકી હોવી જોઈએ. સમાજના બધાય અંગેના ઘડતર માટે તથા લેક શ્રદ્ધા પેદા કરવા માટે અને સમાજને વ્રતનિષ્ઠા તરફ દેરવા માટે જનસેવકેમાં નીતિનિષ્ઠા યુક્ત વતનિષ્ઠા જરૂરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com