________________
દેશે. ૪. જ્યાં ત્યારે અનુબંધમાંથી એકને અનુબંધ ન હોય, ત્યાં તેની અવેજી પૂરવી. ૫. ગામડાં કે શહેરમાં સસ્વાવલંબન કાર્ય માત્ર અર્થદષ્ટિએ નહીં ચાલે, પણ નીતિધર્મદષ્ટિએ ચાલશે; જેમાં આર્થિક દષ્ટિએ નબળા માટે સબળાને ઘસાવવાનું આવશે. ૬. પુણ્ય (હિત)ને કામ કરતાં વ્યાપક ધર્મ (ક્રાંતિ-સત્યઅહિંસાન્યાયાદિ ધર્મતત્વ)નું કામ મુખ્ય ગણશે. ૭. સત્ય, પ્રેમ, ન્યાયની ત્રિપુટીને લક્ષમાં રાખીને સંસ્થાઓ દ્વારા લવાદીથી ઝઘડા પતાવવા, પ્રશ્નો ઉકેલવા, અન્યાય અત્યાચારને સામુદાયિક રીતે અહિંસક પ્રતિકાર (શુદ્ધિગ દ્વારા) કરો, તેફાન કે હુલ્લડ હોય ત્યાં ઘડાયેલા શાંતિસૈનિકો દ્વારા શાંતિ સ્થાપવી. ૮. નિયમિતતા, વ્યવસ્થિતતા અને ઉપયોગિતા એ ત્રિવેણીની વિશ્વવાત્સલ્યલક્ષી સંસ્થાઓની દરેક પ્રવૃત્તિમાં કાળજી રાખવી. ૯. શોષણમુક્તિ માટે સહકારી પ્રવૃત્તિ, ફરજિયાત બચત વગેરે, તથા ન્યાય માટે પંચાયતમાં નૈતિક પ્રતિનિધિત્વ સત્ય પ્રેમ ન્યાયની દષ્ટિએ રાખવામાં આવે. ૧૦. સફાઈ, પ્રાર્થના અને રેટિ એ ત્રણ વસ્તુઓ તે વિશ્વવાત્સલ્યમાં માનનારી દરેક સંસ્થામાં હોવી જરૂરી છે. ૧૧. સત્યતા, વીરતા અને અગુપ્તતા, એ ત્રણ વિશ્વ વાત્સલ્ય સાધકમાં જોઈએ. આ સૂત્રને દરેક સંસ્થા કક્ષા પ્રમાણે આચરશે. એ ૧૧ સૂત્રો નીતિનિષ્ઠાના છે. વિશ્વ વાત્સલ્ય વિચારને અનુલક્ષીને જે સંસ્થાઓ ઊભી થશે, તેના બંધારણ ઉપરાંત જે નીતિ નક્કી કરવામાં આવશે તે પ્રમાણે અનુસરવાથી જ વ્યક્તિ અને સંસ્થાનું ઘડતર થઈ શકશે. આ નીતિનિષ્ઠા હશે તે ધર્મનિષ્ઠા સહેલાઈથી આવી શકશે.
(તા. ૨૮--૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com