________________
૧૨
વિચારનિષ્ઠાપૂર્વક આચાર નિષ્ઠા શરૂ થાય છે. ૨. વિશ્વવત્સલની આચાર નિષ્ઠાના બે અંગ છે- ૧. નીતિનિષ્ઠા અને ૨. ધર્મનિષ્ઠા (વ્રતનિષ્ઠા). માત્ર ધર્મનિષ્ઠા (વૃતબદ્ધતા) હેય તે સમાજનું વ્યાપકરીતે ઘડતર થતું નથી. વ્યક્તિગત રીતે વ્રત પાલનમાં પણ અનેક વિદને આવે, એટલે વ્રતનિષ્ઠાની સાથે નીતિનિષ્ઠા જરૂરી છે. નહિતર આજની શ્રાવકસંસ્થા અગર તે આધુનિક સર્વોદય સંસ્થાની જેની ઢચુપચુ સ્થિતિ હોય; સૌને સરખા-ગોળને ખેળ એકભાવગણવાની દૃષ્ટિ હોય, તેથી દાંડતને, શોષકોને, અન્યાય કરનારને પણ સીધી કે આડકતરી રીતે પ્રતિષ્ઠા મળી જાય, નીતિનિષ્કામાં કચાસ હોય તે લેકે અનઘડવિધાને કર્યા કરે છે. સંસ્થાકીય રીતે ઘડતર નથી પામતા. કોંગ્રેસમાં ગાંધીજીના અવસાન પછી નીતિનિષ્કામાં કચાસ હોવાને લીધે કેટલીક વાર એ ભારતીય સંસ્કૃતિનાં તત્ત ચૂકી જાય છે. ૨. વિશ્વ વાત્સલ્યની નીતિનિષ્ઠાનાં સૂત્રો- ૧. વિશ્વવાત્સલ્યનું મૂર્તરૂપ ધર્મમય સમાજ રચના છે. એટલે જ્યાં અર્થકામ લક્ષી દષ્ટિ હોય ત્યાં નૈતિક સંગઠન દ્વારા તેને દૂર કરી ધર્મદષ્ટિ રખાવવી અગર તો વિશ્વાત્સલ્યલક્ષી સંગઠનેની પાછળ ધર્મદષ્ટિ મુખ્ય રહેશે. ૨. બધા ધર્મો, ક્ષેત્ર, જ્ઞાતિઓ, રાષ્ટ્રો, સંસ્કૃતિઓ, વિચારો વ.ને સમન્વય ધર્મતત્વના પાયા ઉપર કરવો. ૩. વિશ્વવાત્સલ્યને સાધક સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કે આધ્યાત્મિક કેઈપણ (માનવજીવનના) ક્ષેત્રને છોડીને ચાલશે નહીં, બધાય ક્ષેત્રોમાં નીતિ ધર્મને પ્રવેશ કરાવવા મથશે. ૪. વિશ્વ વાત્સલ્ય સાધક અનુબંધ વિચારને છોડીને એક ડગલુંય આગળ ભરશે નહીં. આમાંથી ચાર મુદ્દાઓ ફલિત થાય છે. ૧. વિશ્વ વાત્સલ્યસાધક બગડેલ કે તૂટેલ અનુબંધ ને સુધારવા કે સાંધવાને પ્રયત્ન કરશે, ૨. અપ્રતિષ્ઠામૃતોને પ્રતિષ્ઠા નહીં આપે. ૩. અનુબંધમાં ચાર સુસંસ્થાઓના ક્રમ પ્રમાણે જેનું જ્યાં સ્થાન છે કે જે સંસ્થાને યોગ્ય જે ક્ષેત્ર છે, તેને તે સ્થાન કે ક્ષેત્રમાં તેને રહેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com