________________
માટે ગ્રામનું કુટુંબ ભાવે આયોજન કરવું જોઈએ. પક્ષ એકમમાં ભારત અને વિશ્વ છે. સમગ્ર વિશ્વના નૈતિક મૂલ્ય અને દેશનું સામૂહિક હિત સુસંસ્થાઓના અનુસંધાન દ્વારા વિચારવામાં આવે તો એ બન્ને દ્વારા વિશ્વ વાત્સલ્ય સાધી શકાય. ( તા. ૧૪-૮-૬૨)
વિધવાત્સલ્યની આચાર નિષ્ઠા વિશ્વવાત્સલ ઉપર વિચારની દષ્ટિએ ચિંતન કર્યા પછી આચારની દષ્ટિએ ચિંતન જરૂરી બને છે; વિચારની દૃષ્ટિએ વિશ્વવાત્સલ્યનું ખેડાણ ખૂબ થયું છે. લગભગ બધા ધર્મો વિશ્વાત્સલ્યની વાતને એક યા બીજી રીતે સ્વીકારે છે; પણ આચારમાં મૂકવામાં ભરતી-ઓટ આવ્યા કરી છે. દાખલાઓઃ–૧. શંકરાચાર્ય અદ્વૈતવાદમાં માનતા હતા પણ જ્યારે ચાંડાલ સામે મળ્યો, ત્યારે તેને જૂના સંસ્કારને લીધે ખસવાનું કહ્યું, પણ ચાંડાલે એમની સાથે બ્રહ્માદ્વૈતની ભાષામાં વાત કરી, ત્યારે સમજી ગયા. ૨. રામાનુજાચાર્યને પણ એક હરિજન માતા આ બાબતમાં બેધ આપીને તેમના જૂના સંસ્કારને ખેરવે છે. ૩. વિદ્વાન બ્રાહ્મણે અષ્ટાવકને જોઈને બ્રહ્મદષ્ટિ ભૂલી જઈ શરીરદષ્ટિથી વિચારે છે, હસે છે, પણ પાછળથી બંધ પામે છે. (૨) વિચાર માટે સમાજમાં ક્ષોભ એ છે હોય છે, આચાર માટે વધારે. વિચારમાં જે સામાન્ય હોય છે, તે જ આચારમાં વિશેષરૂપ ધારણ કરે છે, એટલે વિચારમાં જે વસ્તુ મધુર લાગે છે, તે જ આચારમાં કડવી લાગવા માંડે છે. વિચારમાં જે સુંદરતા ભાસે છે, તે જ વસ્તુની આચારમાં સુંદરતા નથી ભાસતી, એ જ માનવજાતિના દુર્ભાગ્ય છે. તે જે સિદ્ધાંતને માને છે તેને આચારમાં જોવા માગતી નથી. જે વિશ્વ વાત્સલ્યના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com