________________
૧૯
શુદ્ધ હોવાથી તેમાં કંઈ પણ સંસ્કાર કરવાનું નથી. અને છેલે તે આત્મા પિતાનું જ સ્વરૂપ હોવાથી નિત્ય પ્રાપ્ત છે, માટે મેળવ નથી.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
આ બ્રહ્મજ્ઞાન માટે જગતના નિતી ધર્મે કામ આવતા નથી. જુઓ - ૧ શ્રી મીરાંબાઈએ ધણીનું કહેવું ન માન્યું અને શ્રી
ગીરધરલાલની ભક્તિ ચાલુ રાખી. ૨ શ્રી રામતીર્થજીએ પોતાની પત્નીનું તેમજ બીજા કોલેજના
પ્રોફેસરેનું કહ્યું ન માન્યું અને સંન્યાસ લઈ હિમાલય
ચાલ્યા ગયા. ૩ શ્રી ભરતજીએ માતાજી કેકેયીનું કહ્યું ન માન્યું અને
શ્રી રામ પાસે જઈ મળી આવી, રાજ્ય ન લીધું પણ ગામ બહાર રહ્યા. ૪ શ્રી પ્રહૂલાદજીએ પિતાનું કહ્યું ન માન્યું અને શ્રી વિશ્વનું
ભગવાનની ભક્તિ ચાલુ રાખી. ૫ શ્રી બલી રાજાએ ગુરૂનું કહ્યું ન માન્યું અને વામન ભગવાનને ત્રણ પગલા પૃથ્વી આપી પોતે પાતાળમાં રહ્યા.
જ્યાં બ્રહ્મજ્ઞાનની વાત આવે કે ઈશ્વર સંબંધી વાતમાં જગતની ફરજે ગૌણ થઈ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com