________________
અને ઉત્થાન
૧૩ અશુભ અધ્યવસાય વધુ જોરદાર જ બને ને? એના પર કેવાં ચિકણ અશુભ કર્મ બંધાય ? કઈ ગતિ અને કયાં દુઃખ મળે? ખબર છે ખરી કે પાર્શ્વનાથ ભગવાનને જીવ પહેલા ભવમાં સારે વ્રતનિયમાદિ સદાચારોવાળે શ્રદ્ધાળુ શ્રાવક પણ મરીને જંગલમાં હાથીને અવતાર પામ્યું ! કેમ આવે હલકે તિર્યંચને ભવ? એટલા જ માટે કે એ ગયો તે. તે પિતાના દુરાચારી ભાઈને ખમાવવા. પરંતુ પેલાએ આના નમેલા મસ્તક પર શિલા મારી, જીવલેણ પીડા આવી એમાં સમતા-સહિષ્ણુતાને ગુણ વિકસાવવાનું ગુમાવ્યું, હાયય થઈ; તે મનના અધ્યવસાય બગાડયા. તે સીધા તિર્યંચના અવતારમાં ઉતરી ગયા, કમઠના ગુન્હ સજા મરુભૂતિને,! કર્મને અટલ કાયદે છે કે,
ભલે સામાને ગુન્હ હેય, પણ તમે મન બગાડે, હાયવોયના દુર્ગુણ અધ્યવસાય બગાડે, તો એ હવે તમારે ગુન્હ બન્ય, એની સજા ભેગાવવા તૈયાર રહેજે. બીજું તમારું ગુણિયલપણું અને ધર્મ હશે એનું ઈનામ મળશે ખરું, પણ મલિન અધ્યવસાયના ગુન્હાની સજા તે ભેગવવી જ પડશે. એને અર્થ એ કે મહાન ગુણિયલ અને ધર્માત્માની પણ કર્મને શરમ નથી, જે એ ક્યાંક કયારેય મન બગાડે તે અહીં તે ગુન્હ ય કેટલે? હાયવેય આર્તધ્યાન કર્યું એટલે જ! એમાં ય તિર્યંચગતિના સ્ટેશને ઊતરવું પડયું ! રૌદ્રધ્યાન આવે તો તે નરક જ દેખાડે.
અવતારમાં ઉતાવ્યવસાય બગાસ ગુમાવ્યું
મરુભૂતિ