________________
૨, ૭]
तर्कप्रामाण्यम् । ६६ तत्त्वतोऽप्रमाणमेवैतद्, व्यवहारेणैवास्य प्रामाण्यात्, “सर्व एवायमनुमानानुमेयव्यवहारो वुद्धचारूढेन धर्मधर्मिन्यायेन" इति वचनादिति चेत् । तर्कोऽपि तथाऽस्तु । अथ नायं व्यवहारेणापि प्रमाणम्, सर्वथा वस्तुसंस्पर्शपराङ्मुखत्वात् इति चेन् । अनुमानमपि तथाऽस्तु | अवस्तुनिर्भासमपि परम्परया पदार्थप्रतिन्वधात् प्रमाणमनुमानमिति चेत्, किं न तोऽपि । अवस्तुत्वं च सामान्यस्याद्यापि केसरिकिशोरवक्त्रक्रोडदंष्ट्राङ्कुराकर्षायमाणमस्ति । सदृशपरिणामरूपस्यास्य प्रत्यक्षादिपरिच्छेचत्वात् इति तत्त्वत एवानुमानम्, तर्कश्च प्रमाणम् प्रत्यक्षवदिति पाषाणरेखा ॥७॥
હપ બૌદ્ધ–સામાન્ય તે અસત્ છે. માટે તે અમોને માન્ય નથી. તે સામાન્યમાં પ્રવર્તમાન તકે કઈ રીતે પ્રમાણરૂપ હોઈ શકે?
જૈન–તે પછી અનુમાન પણ કઈ રીતે પ્રમાણરૂપ થઈ શકશે? કારણકેઅનુમાન પણ સામાન્યને જ વિષય કરે છે, કારણકે- ધર્મકીતિએ કહ્યું છે કે“સ્વલક્ષણથી ભિન્ન છે, તે સામાન્ય છે, અને તે અનુમાનને વિષય છે.”
૬૬ બૌદ્ધ– તે બરાબર છે, પણ અનુમાન તાત્વિક રીતે તે અપ્રમાણે જ છે. માત્ર વ્યવહારથી જ તેનું પ્રામાણ્ય છે. કારણકે-કહ્યું છે કે “અનુમાન અને અનુમેયરૂપ આ સઘળો વ્યવહાર બુદ્ધિમાં આરૂઢ ધર્મ–ધર્મિના ન્યાયથી છે, પરંતુ વાસ્તવિક નથી.”
જેન–તે પછી તક પણ એ જ રીતે વ્યવહારથી પ્રમાણ થાય.
બૌદ્ધ-તર્ક તે વ્યવહારથી પણ પ્રમાણ નથી. કારણકે તે વસ્તુની સાથે સર્વથા સંબંધ રહિત છે.
જૈન–અનુમાન પણ વસ્તુ સાથે સંબંધ રહિત હોવાથી તે પણ વ્યવહારથી પ્રમાણ નહિ થાય.
બૌદ્ધ–જે કે અનુમાન અવસ્તુરૂપ સામાન્યનું બોધક છે, તે પણ તેને પરંપરાએ વરતુ સાથે સંબંધ હોવાથી તે પ્રમાણરૂપ છે.
જેન-–તે જ રીતે તક પણ પ્રમાણરૂપ કેમ નહિ થાય? વળી, સામાન્યમાં અવસ્તુતા સિદ્ધ કરવી એ તે કેસરી સિંહના બચ્ચાના મુખમાંથી દાઢ ખેંચવા જેવું છે. અર્થાત કેસરીસિંહના બચ્ચાની દાઢ કાઢવી એ સરલ નથી તેમ સામાન્યમાં અવડુત્વની સિદ્ધિ કરવી સરલ નથી. કારણકે સદૃશ પરિણામરૂષ સામાન્ય પ્રત્યક્ષાદિ પ્રમાણેથી સિદ્ધ છે. માટે પ્રત્યક્ષની જેમ અનુમાન અને તર્ક એ બને તાવિક પ્રમાણુરૂપ છે. આ પાષાણમાં કરેલી રેખા છે. અર્થાત કે ઈ પણ તેનું ખંડન કરવા સમર્થ નથી. ૭.
(प० । अथेत्यादि परः। तत्रेति सामान्ये । अन्यदिति स्वलक्षणादरम् । कीर्तनादिति न्यायविन्दौ तर्कशास्त्रे।
१ पदार्थे मु पु१