________________
૧૦૦
वेदापौरुषेयत्वनिरासः।
[[૪. 6देय-निधानादौ निःशङ्क प्रवर्तेयाः क्वचित् संवादाच्चेत् । अत एवान्यत्रापि प्रतीहि, कारीर्यादौ संवाददर्शनान् । कादाचित्कविसंवादस्तु सामग्रीवैगुण्यात् त्वयाऽपि प्रतीयत एव, प्रतीताप्तत्वोपदिष्टमन्त्रवत् । प्रतिपादितश्च प्राक् राग-द्वेषाऽज्ञानशून्यपुरुषविशेपनिर्णयः ।
હ૬ મીમાંસક–વેદના અપૌરુષેયને નિર્ણય અર્થાપતિ પ્રમાણ દ્વારા થાય છે. તે આ પ્રમાણે—સંવાદ જોવાથી અને વિસંવાદ ન જેવાથી સર્વલોકેએ વેદમાં પ્રામાણ્યને નિર્ણય કરેલ છે. અને વેદને પૌરુષેય માનવાથી તે નિર્ણય થઈ શક્તો નથી, કારણ કે– “શબ્દમાં દેષોત્પત્તિ વક્તાને આધીન છે એ નિર્ણય છે. અને ફવિચિત શબ્દમાં જે દોષને અભાવ જણાય છે તે ગુણવાનું વક્તાને કારણે છે. કારણ કે–વક્તાના ગુણોથી દોષ દૂર થઈ જાય છે. તેથી દોષનું સંકમણ શબ્દમાં થઈ શકતું નથી. પરંતુ વેદમાં ગુણવાન વક્તાને નિર્ણય કરે શક્ય નથી એટલે તે કારણે દોષના અભાવને પણ નિશ્ચય કઈ રીતે કરી શકાય ? પરંતુ જે વેદને કઈ વકતા (કર્તા) જ ન હોય તે દોષનો અભાવ જાણ સરલ થઈ પડે છે. કારણ કે-વક્તા ન હોવાથી દોષ પણ આશ્રયને અભાવે રહી શક્તા નથી.” અને વેદના ઉપર્યુક્ત પ્રામાણ્ય નિર્ણય અપરુષેય ન માનવામાં આવે તે થઈ શકતું નથી, માટે તે અપૌરુષેય છે.
જૈન–આને ઉત્તમ ઉત્તર તે એ છે કે–બિચારા પશુઓની પરંપરા(સમૂહ)ના પ્રાણના નાશમાં તત્પર અનેક પ્રકારને ઉપદેશ વેદમાં છે માટે તે અપવિત્ર હોવાથી અપ્રમાણુ જ છે. અથવા અર્થોપત્તિ પ્રમાણ દ્વારા વેદને પ્રમાણે માનવા છતાં વિરોધ આવતું હોવાથી તમારા સાધ્યની સિદ્ધિ થતી નથી, કારણ કે ગુણવાન વક્તા હોય તો જ વાક્યમાં પ્રામાણ્ય નિર્ણય થાય છે. કારણું કે જેમ રાગાદિમાન પુરુષ જ બેલનાર હોય છે તેમ સત્ય શૌચાદિ યુક્ત પુરુષ સત્યવચનવાળો અનુભવાય છે, અને વેદમાં તો બન્ને પ્રકારના વક્તા પુરુષ ન હોવાથી નિરર્થકતા જ છે.
મીમાંસક–પણ વેદના વક્તામાં ગુણે છે તેને નિશ્ચય કઈ રીતે થઈ શકે ?
જિન- પિતા, પિતામહ (દાદા), પ્રપિતામહ (વડદાદા) વગેરે પુરુષમાં ગુણેનો નિશ્ચય તમે કઈ રીતે કરે છે, કે જેથી કરીને તેઓએ લખેલ અક્ષરો કે ઉપદેશની પરંપરાને અનુસારે ધનની લેવડ-દેવડમાં અને થાપણુ વગેરેમાં નિઃશંક થઈ તમે પ્રવૃત્તિ કરી રહેલ છે ?
મીમાંરાક-કઈ વખતે કોઈ ઠેકાણે સંવાદ અનુભવવાથી પિતા-પિતામહ વગેરેના ગુણિત્વને નિશ્ચય થાય છે.
જેન–એ જ રીતે વેદના કર્તા વિષે પણ ગુણને નિશ્ચય જાણીલે, કારણ કે– કારીરી વગેરે યાગમાં સંવાદ જેવામાં આવે છે. અને પ્રસિદ્ધ આસ પુરુષે જણવેલ મન્ટની જેમ સામગ્રીની વિગુણ્યતા-વિકલતાને લઈને કોઈ વખત વિસંવાદ પણ તમોએ માનેલ છે. અને રાગ, દ્વેષ અને અજ્ઞાનથી રહિત ગુણવાન પુરુષવિશેષને નિર્ણય પૂર્વે (૨. ૨૪) અમે જણાવી ચૂક્યા છીએ.