________________
૧, ૮, ] धर्मिधर्मयोर्भेदाभेदः।
२१५ ઉપકાર કરનાર આ સહકારીઓ પદાર્થ ઉપર જે ઉપકાર કરે છે, તે પદાર્થના
સ્વભાવભૂત (પદાર્થ થી અભિન) છે કે પદાર્થના અસ્વભાવભૂત (પદાર્થથી ભિન) છે ? સહકારીઓ સ્વભાવમૂત ઉપકાર કરે છે, એમ પ્રથમ પક્ષ કહેશો તે–પદાર્થની પણ ઉત્પત્તિ આવી પડશે, કારણ કે જે સ્વયં અનુપદ્યમાન હોય છે તેને સ્વભાવ ઉત્પદ્યમાન હોય નહિ. અર્થાત પદાર્થ જે નિત્ય હેય તે ઉત્પન્ન થનાર ઉપકાર તેના સ્વભાવરૂપ બની શકે નહિ, કારણ કે–તેમ માનવાથી વિરુદ્ધ ધર્મના આશ્રયને પ્રસંગ આવે છે. સહકારીઓ જે ઉપકાર કરે છે તે પદાર્થના સ્વભાવભૂત નથી, એમ બીજે પક્ષ કહે તો-તેથી ધમી – (પદાર્થ)ને શું સંબંધ ? અર્થાત્ કંઈ નહિ, કારણ કે–તેથી ભિન્ન બીજે પદાર્થ ઉત્પન્ન થાય કે નાશ પામે તેથી તે પદાર્થની કંઈ પણ હાનિ-વૃદ્ધિ થતી નથી અને છતાં હાનિ-વૃદ્ધિ માને તે અતિપ્રસંગ આવશે. સ્વભાવભૂત ન હોય છતાં તે બીજે કાંઈક ઉપકાર કરે છે એમ માનવામાં તે વળી બીજો અનવસ્થા દેશ આવશે.
(૨) સહકારીઓ સાથે મળીને પદાર્થ અર્થ ક્રિયા કરે છે, એ પક્ષ પણ નિર્દોષ નથી, કારણ કે સ્વભાવ તે જે હોય છે તે જ રહે છે, અર્થાત્ સ્વભાવમાં ફેરફાર થતો નથી, કારણ કે-સહકારીઓની વ્યાવૃત્તિ(અભાવ)થી પદાર્થના સ્વભાવ-(કાર્યકરણશીલતા)ની વ્યાવૃત્તિ (અભાવ) થતી નથી માટે પદાર્થ સહકારીઓ વિના પણ અર્થ ક્રિયા કરશે.
યૌગ–સહકારીઓના અભાવથી પદાર્થને સ્વભાવ વ્યાવૃત્ત થતા નથી. (નાશ પામતા નથી) એટલા જ માટે-(અર્થાત સહકારીઓ હોય ત્યારે જ કાર્ય કરવાને સ્વભાવ હોવાથી) સહકારીઓ વિના તે કાર્ય કરતા નથી અને જે સહકારીઓ વિના પણ કાર્ય કરે તે-સહકારીઓ સાથે હોય ત્યારે જ કાર્ય કરવાનો જે સ્વભાવ છે તેનો ત્યાગ કરવો પડશે.
જન–તે પછી એમ બનશે કે- સહકારીઓને સમૂહ હોય ત્યારે જ કાર્ય કરવાના સ્વભાવવિશેષવાળે તે પદાર્થ સહકારીઓને છેડશે જ નહિ બલકે– (વિશેષ કરીને ભાગી જતા તે સહકારીઓને ગળે પડીને પોતાની પાસે રાખશે. અન્યથા (સહકારીઓને સામીપ્યમાં રાખવાનું ન કરે તો) સહકારીઓને સાથે રાખીને જ કાર્ય કરવાને તેને જે સ્વભાવ છે, તેની હાનિ થશે.
(૩) સહકારીઓના અભાવમાં અWકિયા કરતો નથી, એ ત્રીજો પક્ષ પણ કહી–શકશો નહિ, કારણ કે-સ્વભાવમાં પરાવર્તન થતું નથી. અર્થાત્ કર્તા સ્વભાવને નાશ થઈ અકતૃસ્વભાવ થતો નથી.
યૌગ–પદાર્થને સ્વભાવ એ છે કે તે સહકારીઓને વિરહ હોય ત્યારે અકર્તા છે.
જેન–એમ હોય તો પિતા-પિતાના કારણે નજીક આવનાર સહકારીઓને તિરસ્કાર કરીને કાલાંતરમાં પણ તે પદાર્થ અકિયા નહિ કરે, કારણ કે-સહકારીઓના અભાવમાં કર્તા ન બનવાને તેને સ્વભાવ છે.