________________
२१८
धर्मिधर्मयोभदाभेदः। स्मना नोत्पद्यते, विपद्यते वा; परिस्फुटमन्वयदर्शनात् । लुनपुनर्जातनखादिप्वन्वयदर्शनेन व्यभिचार इति न वाच्यम् । प्रमाणेन वाध्यमानस्यान्वयस्यापरिस्फुटत्वात् । नच प्रस्तुतोऽन्वयः प्रमाणविरुद्धः, सत्यप्रत्यभिज्ञानसिद्धत्वात् । ततो द्रव्यात्मना स्थितिरेव सर्वस्य वस्तुनः । पर्यायात्मना तु सर्व वस्तूत्पद्यते, विपद्यते च । अस्वलितपर्यायानुभवसद्भावात् । नचैवं शुक्ले शङ्ख पीतादिपर्यायानुभवेन व्यभिचारः, तस्य स्खलद्रूपत्वात् । न खलु सोऽस्खलद्रूपो येन पूर्वाकारविनाशाजहद्वृत्तोत्तराकारोत्पादाविनाभावी भवेत् । नच जीवादी वस्तुनि हामींदासीन्यादिपर्यायपरम्पराऽनुभवः स्खलद्रूपः, कस्यचिदाधकस्याभावात् ।
૭. અને તેથી તે જે વિરદ્ધ ધર્મના આશ્રય રૂપ હોય તે ભિન્ન હોય જેમકેશીત અને ઉણ વિવાદાસ્પદ ભાવ-(પદાર્થ) પણ વિદ્ધ ધર્મના આશ્રયરૂપ છે, તેથી તે અનેક છે. આમ નિત્ય એકાન્તની સિદ્ધિ ન થઈ અને એ રીતે પદાર્થ નિત્યા નિત્ય સિદ્ધ થાય છે, કારણ કે-પદાર્થમાં ઉત્પાદ-વ્યય-અને ધ્રૌવ્ય સ્વરૂપ બીજી રીતે ઘટી શકતું નથી. તે આ પ્રમાણે– સમસ્ત વસ્તુ દ્રવ્યરૂપે ઉત્પન્ન થતી નથી કે નાશ પામતી નથી. કારણ કે સ્પષ્ટરૂપે અન્વય–સત્તા ધ્રૌવ્ય જેવામાં આવે છે.
યૌગ–કાપ્યા પછી ફરીથી ઉત્પન્ન થયેલ નખ, કેશ, વિગેરેમાં અન્વયનું દર્શન છતાં અન્વય નથી માટે તમારા ઉપરોક્ત કથનમાં વ્યભિચાર આવશે.
જેન–એમ ન કહેવું, કારણ કે-નખાદિમાં અન્વય પ્રમાણથી બાયમાન હોઈ તેને સ્પષ્ટરૂપે–અવય કહી શકાય નહિ, અને તેની જેમ અમેએ કહેલ અન્વય પ્રમાણે વિરુદ્ધ નથી. કારણ કે–તે સત્ય પ્રત્યભિજ્ઞા દ્વારા સિદ્ધ છે. માટે એ નિશ્ચિત થયું કે-સમસ્ત વસ્તુ દ્રવ્યરૂપે સ્થિત (ધ્રુવ) છે, પરંતુ તે પર્યાયરૂપે ઉત્પન થાય છે અને નાશ પણ પામે છે, કારણ કે–પર્યાયને અનુભવ અખલિત-અબાધિત છે.
ગ–ક્વેત શંખમાં પીત પર્યાયને અનુભવ થાય છે, તેથી પર્યાયનો અનુભવ વ્યભિચારી છે.
જેન–એમ કહેવું તે યંગ્ય નથી. કારણ કે–તે અનુભવ-(ત શંખમાં પીત વર્ણનો અનુભવ) આલિત- ભ્રાંત–બાધિત છે, &ત શંખમાં પીલાશને અનુભવ કાંઈ અલતુ (અબાધિત) રૂપ નથી કે જેથી કરીને તે અનુભવ પૂર્વાકારને વિનાશ છતાં સ્વભાવને ત્યાગ કર્યા વિના-પૂર્વાવસ્થામાં જે સ્વભાવ હતો તે જ સ્વભાવે રહીને ઉત્તરાકારના ઉત્પાદની સાથે એટલે કે-(ઉત્પાદ-વ્યય ધ્રૌવ્યાત્મક વસ્તુની સાથે) વ્યાતિ ધરાવે. જીવાદિ પદાર્થમાં હર્ષ-અમર્ષ–(ક્રોધ), ઔદાસીન્ય વિગેરે પર્યાની પરંપરાને અનુભવ ખલદ્રુપ-(બ્રાંત-બાધિત) નથી,