________________
૨૭૨ विकलादेशनिरूपणम् ।
[e. - કહેનાર વાક્યને સલાદેશ અથવા પ્રમાણુવાક્ય કહેવામાં આવે છે, એ સિદ્ધ થયું.
$૬ “૧ કાલ, ૨ આત્મસ્વરૂપ, ૩ સંબંધ, ૪ સંસર્ગ, ૫ ઉપકાર, ૬ ગુણિદેશ, ૭ અર્થ અને ૮ શબ્દ આ આઠ કલાદિ કહેવાય છે.”
સારાંશ છે કે વસ્તુમાં અનંત ધર્મો છે, એ વાત પ્રમાણથી સિદ્ધ છે માટે કે ઈપણ એક વસ્તુનું પૂર્ણ રૂપથી પ્રતિપાદન કરવાને માટે અનંત શબ્દોને પ્રવેગ કરે જોઈએ, કારણ કે એક શબ્દ એક જ ધર્મનું પ્રતિપાદન કરી શકે છે પરંતુ એ રીતે કરવાથી લેકવ્યવહાર ચાલી ન શકે. માટે એક શબ્દને પ્રવેગ કરીએ છીએ, તે એક શબ્દ મુખ્ય રૂપથી એક ધર્મનું પ્રતિપાદન કરે છે અને બાકી રહેલ બીજા ધર્મોને તે એક ધર્મથી અભિન્ન માની લેવામાં આવે છે. આ રીતે એક શબ્દથી એક ધર્મનું પ્રતિપાદન થયું અને તેનાથી અભિન્ન હોવાના કારણે શેષ ધર્મનું પણું પ્રતિપાદન થઈ ગયું. આ ઉપાયથી એક જ શબ્દ એકી સાથે અનંત ધર્મોને અર્થાત્ સંપૂર્ણ વસ્તુને પ્રતિપાદક થઈ જાય છે, આને સકલાદેશ કહે છે.
શબ્દ દ્વારા સાક્ષાત્ રૂપે પ્રતિપાદિત ધર્મથી બાકીના ધર્મોને અભેદ કે અભેદપચાર કાલાદિ દ્વારા થાય છે, તે કાલાદિ આઠ પ્રકારે છે. (૧) કાલ, (૨) આત્મરૂપ, (૩) અર્થ, (૪) સંબંધ, (૫) ઉપકાર, (૬) ગુણિદેશ. (૭) સંસર્ગ, (૮) શબ્દ.
અસ્તિત્વ ધર્મથી બીજા ધર્મોને અભેદ છે, તે આ પ્રકારે થશે-જીવમાં જે કાલે અસ્તિત્વ છે તે જ કાલમાં અન્ય ધર્મો પણ છે, માટે કાલની અપેશ્રાએ અસ્તિત્વ ધર્મ સાથે અન્ય ધર્મોને અભેદ છે. આ જ રીતે બાકીના સાતની અપેક્ષાએ પણ અભેદ સમજવું જોઈએ. આ પ્રકારને અભેદની પ્રાધાન્યતા કહે છે. દ્રવ્યાર્થિક નયની મુખ્યતા અને પર્યાયાર્થિક નયની ગૌણતા કરવાથી અભેદની પ્રાધાન્યતા થાય છે. જ્યારે પર્યાયાર્થિક નયની મુખ્યતા અને દ્વવ્યાર્થિક નયની ગૌણતા હોય ત્યારે અનંત ગુણે વાસ્તવિક રીતે અભિન્ન થઈ
શકતા નથી, માટે તે ગુણમાં અભેદ ઉપચાર કરે પડે છે. આ રીતે અભેદની - પ્રાધાન્યતા અને અભેદના ઉપચારથી એકી સાથે અનંત ધર્માત્મક વસ્તુનું પ્રતિપાદન કરનાર વાક્ય (વચન) સકલાદેશ કહેવાય છે. ૪૪ (प०) गुणिदेशस्येत्यादि गद्ये तदभेदे इति गुण्यभेदे । तदभेदे इति संसर्गाभेदे ॥४४॥
अधुना नयवाक्यस्वभावत्वेन नयविचारावसरलक्षणीयस्वरूपमपि विकलादेशं ‘सकलादेशस्वरूपनिरूपणप्रसङ्गेनात्रैव लक्षयन्ति
___तद्विपरीतस्तु विकलादेशः ॥४५॥ १ नयविषयीकृतस्य वस्तुधर्मस्य भेदवृत्तिप्राधान्याद्, भेदोपचाराद्वी क्रमेण यदभिधायकं वाक्यम्, स विकलादेशः । एतदुल्लेखस्तु नयस्वरूपानभिज्ञश्रोतणां दुरंवगाह इति नयविचारावसर एव प्रदर्शयिष्यते ॥४५॥
વિકલાદેશ નયસ્વરૂપ હોવાથી નિયવિચારના સમયે જ તેનું લક્ષણ કરવું જોઈએ, છતાં સકલાદેશના સ્વરૂપના નિરૂપણના પ્રસંગથી અહીં જ તે જેણુવવામાં આવે છે–