________________
सामान्यनिरूपणम्।
હ૪ અને તે વિષે પ્રશ્ન છે કે–તમે જણાવેલ તથારૂપ અન્ય વ્યાવૃત્તિ કાંઈ 'છે કે નથી? તથારૂપ અન્ય વ્યાવૃત્તિ કાંઈક છે એમ કહે તે-તે આત્યંતર છે કે બાહ્ય એ વિક૯પ દ્વારા વિચાર કરવો જ પડશે, અને તેમ થતાં કઈ પણ એક ભેદ સ્વીકાર પડશે અને કોઈ પણ એક ભેદ સ્વીકારવાથી તે ભેદમાં ઉપર જણાવેલ દોષ દૂર હટાવી શકશે નહિ. તથાભૂત અને વ્યાવૃત્તિ કંઈ નથી એમ કહે છે તે તથા પ્રકારના એટલે કે અનુગત આકારના જ્ઞાનમાં હેતુ (કારણ) કઈ રીતે થશે?
ઉપ બૌદ્ધ–ગ ગૌ એ પ્રમાણે પ્રત્યય—સાદશ્યજ્ઞાન તે માત્ર વાસનાથી જ ઉત્પન્ન થાય છે.
જેન– તે પછી તે જ્ઞાનમાં બાહ્ય અર્થની અપેક્ષા જ નહિ રહે. કારણ કે–અમુક કારણથી ઉત્પન્ન થનાર પદાર્થ તેથી અન્ય કારણની અપેક્ષા રાખને નથી અન્યથા ધૂમાદિ કાર્ય જલાદિની અપેક્ષા રાખીને ઉત્પન્ન થવું જોઈએ. અર્થાત્ વાસનાથી ઉત્પન્ન થનાર અનુગતાકાર જ્ઞાન બાહ્યા અર્થની અપેક્ષા રાખી શકે નહિ. વળી, વાસના પણ અનુભવેલ પદાર્થને વિષે જ ઉત્પન્ન થાય છે, તમારા મતમાં સામાન્ય અત્યન્ત (એકાંત) અસત્ હોવાથી તેના અનુભવને જ સંભવ નથી. વળી ગૌ, ગૌ, એ પ્રમાણે સાદ્રશ્ય પ્રત્યયને વાસના ઉત્પન્ન કરે છે, તે શ તે વાસના પેતે વિષય બનીને સાદસ્ય પ્રત્યયને ઉતપન્ન કરે છે કે માત્ર કારણરૂપે છે ? વાસના પિતે વિષય બનીને સાદશ્ય જ્ઞાનને ઉત્પન્ન કરે છે, એમ કહે તે સકલ વિશેષમાં અનુગમન કરનારી એટલે કે તુલ્ય પરિણામવાળી પારમાર્થિક અને રેયસ્વરૂપવાળી વાસના એ પ્રમાણે તેનું સ્વરૂપ થયું. તેથી તે પર્યાય દ્વારા (બીજા નામે સામાન્યનું જ કથન થયું, એમ સિદ્ધ થશે. માત્ર કારણરૂપે વાસના સાદક્ય જ્ઞાનને ઉત્પન્ન કરે છે એમ હોય તે સાદસ્પજ્ઞાનને વિષય શં છે ? એ કહેવું પડશે. કારણ કે વિષય વિના જ્ઞાન સંભવી શકતું નથી. અને સદશ પરિણામને છોડીને બીજે કઈ વિષય તે ઘટી શકતો નથી કારણ કેતેમાં પૂર્વોક્ત દોષેની આપત્તિ છે.
વળી, આ અન્ય વ્યાવૃત્તિ સ્વયં અસમાનાકાર વસ્તુની છે કે સમાનાકાર વસ્તુની છે ? પ્રથમ વિક૯પ કહો તો-કુરંગ, તુરંગ, તરંગ વિગેરેમાં પણ અન્યવ્યાવૃત્તિનો સંભવ થતું હોવાથી અતિપ્રસંગ દેષ આવશે અને તે રીતે કરંગ, તરંગ, તરંગ આદિમાં પણ અન્ય વ્યાવૃત્તિ માનવાથી તેમાં સાદડ્યજ્ઞાનને પ્રસંગ આવશે. અને સ્વયં સમાનાકાર વસ્તુની અન્ય વ્યાવૃત્તિ માનવા જતાં તે સદશ પરિણામરૂપ અતિથિ તમારા દ્વાર ઉપર આવીને હાજર થઈ જાય છે, તે તેને કેમ તિરસ્કાર કરશે ?
(५०) प्रतिपादितदोपानतिक्रम इति विशेषप्रतिष्ठेति, वहिराभिमुख्येनेत्यादिकः । तथाभूतप्रत्ययहेतुरिति अनुगताकारप्रत्ययहेतुः ।
वासनामात्रनिर्मित] एवेत्यादि सौगतः । अयमिति तथाभूतप्रत्ययहेतुः । तीत्यादि सूरिः । वासनाप्यनुभूतार्थविषयैवेति वासना हि संस्कारः । स चानुभूतार्थ विषय एव । तथाभूतमिति अनुगताकारप्रत्ययम् । कारणमात्रतयेति उपादानव्यतिरिक्तकारणमात्र