________________
प्रमाणविषयनिरूपणम् ।
યૌગ–અનુગત જ્ઞાનમાં વ્યક્તિની સહાયવાળા સામાન્ય જ વ્યાપાર છે. અર્થાત્ કેવલ વ્યકિતને નથી, તેથી સામાન્ય સિદ્ધ થશે.
જેન–આ કથન પણ માત્ર તમારી શ્રદ્ધાને જણાવનારું છે પણ વાસ્તવિક નથી. કારણ કે-ઘટની ઉત્પત્તિમાં દંડાદિથી યુક્ત કુંભારની જેમ અનુગત જ્ઞાનની ઉત્પત્તિમાં વ્યક્તિથી યુક્ત સામાન્ય જે વ્યાપારવાળું પ્રતીત થયું હોય તે જ તમારી વાત ઘટી શકે, પરંતુ તેમ તે નથી કારણકે વ્યાપાર કરતું સામાન્ય જણાયું જ નથી, વ્યકિત સામાન્ય ઉપર કંઈ પણ ઉપકાર કરતી નથી છતાં પણ વ્યકિતને સામાન્યની અભિવ્યંજક માને -વિજાતીય વ્યક્તિ પણ સામાન્યની વ્યંજક બની જશે. માટે અંતરાલ પ્રદેશમાં સામાન્ય અનુપલબ્સ તે સામાન્ય અવ્યક્ત હોવાથી છે એવું નથી પરંતુ અસતુ હેવાથી જ છે. આ રીતે સામાન્યનું સર્વસર્વગત લક્ષણ પણ સિદ્ધ થઈ શકતું નથી. પરંતુ સામાન્ય પ્રત્યેક વ્યકિતમાં કથંચિત્ ભિન્ન છે, કથંચિત તદાત્મક-અભિન્ન હોવાથી, વિસદશ પરિ.
મની જેમ. વિસદશ (અસમાન) પરિણામના દર્શનને કારણે કેઈ એક વ્યક્તિ અન્ય વ્યતિથી વિશિષ્ટ (જદી) છે એવું જ્ઞાન થાય છે તેમ સશપરિણામરૂપ સામાન્યના દર્શનને કારણે સમાન છે એવી પ્રતીતિ થાય છે કારણ કે –આ ગૌ તેના સમાન છે અથવા તે આના સમાન છે એવી પ્રતીતિ છે.
શંકા –સામાન્ય જે વ્યક્તિ સ્વરૂપથી અભિન્ન હોય તે તેની સામાન્ય રૂપતાને વ્યાઘાત-બાધ થશે.
સમાધાનઃ એમ ન કહેવું કારણ કે–તે એ જ કારણે રૂપાદિમાં પણ ગુણ રૂપતાનો વ્યાઘાત થશે. અને દ્રવ્યથી કથંચિત ભેદ તે રૂપાદિની જેમ સદશ પરિણામને પણ છે જ.
(प.)अध्यक्तत्वादिति व्यक्त्या। तत्रेति अन्तराले । तस्येति सामान्यस्य । अस्येति सामान्यस्य। तस्योपकार इति सामान्यस्योपकारः। तज्ज्ञानोत्पादनयोग्यतेति सामान्यज्ञानोत्पादनयोग्यता। सा तत इत्यादि सूरिः । अनुगतज्ञानस्य व्यक्तिभ्य एव प्रादुर्भावादिति सामान्यात् व्यक्त्यनुगतज्ञानमुत्पद्यते । तस्य च व्यक्तिभ्य एवोत्पादात् । तत्सहायस्येति व्यक्तिसहायस्य । अस्येति सामान्यस्य । अति अनुगतज्ञाने । विजातीयव्यक्तेरिति महिप्यादिविजातीयव्यक्तेः । तत्रेति अन्तराले । किं त्वित्यग्रे सामान्यमिति शेषः । काचिदिति सजातीयाऽपि । समानेतीत्यतोऽग्रे कथमिति गम्यम् । अत एवेति व्यक्तिस्वरूपादभिन्नत्वादेव । गुणरूपताव्याघातप्रसङ्गादिति न च व्याघातोऽस्ति । . (टि.) तत्रेति खण्डमुण्डाद्यन्तराले। तस्येति सामान्यस्य । न चैवमिति व्यत्यभिव्यङ्ग्यता न सिद्धा। अनयेति व्यक्त्या, तस्येति सामान्यस्य । तज्ज्ञानेति सामान्यसंवेदनोत्पत्तौ । सेति योग्यता । तत इति सामान्यात् । तत्करणे इति तज्ज्ञानोत्पादनयोग्यताविधाने । तदवस्थेति तद्रूपैव नोत्तुंसयितु शक्या । अस्येति सामान्यस्य । तत्करणे इति योग्यताकरणे । तथाचेति सामान्यस्य कृतकत्वे । तत्सहायस्येति व्यक्तिसहितस्य सामान्यस्य । अत्रेति अनुगतज्ञाने तोति अन्तराले। तस्येति सामान्यस्य । एतदिति सामान्यम् । यथैव हीत्यादि । विशिष्टेति भिन्ना। अस्येति सामान्यस्य । अत एवेति अभिन्नत्वादेव ।