________________
शब्दनित्यत्वनिरासः ।
[ o. ૨
જૈન—તા પછી ફ્રુટ-ઘડા, કટ-ચટાઈ, કટાહ–કડાઈ, કટાક્ષ વગેરેમાં પણ અભિવ્યક્તિના ભાવ કે અભાવને કારણે જ તેવી પ્રતીતિ કેમ ન થાય ? તે બધાને પણ ઉત્પન્ન શા માટે માનવા ?
મીમાંસક~ભાર આદિના વ્યાપારથી ઘટાદિની ઉત્પત્તિ અને મુગરાદિના વ્યાપારના કારણે ઘટાઢિ પદાર્થોના નાશ દેખાય છે. માટે તેમાં અભિવ્યક્તિ-આવિર્ભાવ નહિં પણ ઉત્પત્તિ અને વિનાશ સ્વીકારીએ છીએ.
१०६
જૈન—àા પછી અક્ષર-વણુની ઉત્પત્તિમાં પણ તાલુ આદિ હેતુઓના વ્યાપાર અને વિપત્તિમાં વાયુ આદિ હતુઓના વ્યાપાર દેખાય છે. તેથી તેમાં પણ તેમ જ માનવુ' જોઈ એ,
મીમાંસક-તાલુ-વાતાદિ માત્ર શબ્દની અભિવ્યક્તિ કે અનભિવ્યક્તિમાં જ હેતુરૂપ છે.
જૈન—તે પછી કુંભારાદિને પણ તેમ જ માને. વળી, અભિવ્યક્તિના ભાવ કે અભાવથી ઘટાદમાં ઉત્પત્તિ અને નાશની પ્રતીતિ યુક્તિથી ઘટી શકતી નથી. કારણ કે-સૂર્યપ્રકાશથી ઘટાદિ અભિવ્યક્ત થાય છે ત્યારે તેઓ ઉત્પન્ન થયા એવી અને જ્યારે ગાઢ અધકારથી ઢંકાઇ જાય છે ત્યારે ઘટાદિ નષ્ટ થઈ ગયા —એવી પ્રતીતિ તા થતી નથી.
મીમાંસક—ગાઢ અધકારથી ઢંકાઈ ગયા હોય ત્યારે પણ સ્પાઈન પ્રત્યક્ષથી તે ઘટાઢિ પદ્માની ઉપલબ્ધિ થાય છે, તેથી તેમાં ઉત્પત્તિ કે વિનાશની પ્રતીતિ થતી નથી.
જૈન—પણુ જ્યારે સ્પાન પ્રત્યક્ષથી પણ ઘટાક્રિની ઉપલબ્ધિ ન થતી હાય ત્યારે શુ કહેશે! ?
મીમાંસક કેાઈક સ્થળે તિમિરાદિના ઘટાદિ પદાર્થની સત્તા સાથે વિરાય નિશ્ચિત છે એટલે કે અંધારામાં પણ ઘડાની સત્તા ટકી રહે છે એવા નિશ્ચય હાવાથી સર્વત્ર અનભિવ્યક્તદશામાં ઘટાદ્રિપદાની સત્તાને નિશ્ચય થાય છે. જૈન—તે શુ આવૃતાવસ્થામાં શબ્દની સત્તાના નિર્ણય કરનારું કેાઈ પણ પ્રમાણ નથી ?
મીમાંસક——હા, કાઈ પણ પ્રમાણ નથી.
જૈન—તે પછી સાધક પ્રમાણ ન હોવાથી ત્યારે શબ્દનુ અસત્ત્વ જ માનવું જોઈ એ.
મીમાંસ—ના, કારણ કે પ્રત્યભિજ્ઞાન પ્રમાણ તે છે જ.
જૈન—ના, એ પ્રત્યક્ષથી ખાષિત હવાથી પ્રમાણ તરીકે ઉપસ્થિત થવા અશક્ત છે. છતાં પણ જે કદાચ પ્રત્યભિજ્ઞાન પ્રમાણુ તરીકે ઉપસ્થિત થાય, તે પછી અભિવ્યક્તિના ભાવ કે અભાવમાં કુંભાદિ પટ્ટાની જેમ શબ્દમાં ઉત્પત્તિ અને નાશના અધ્યવસાય-નિશ્ચય થવા ન જોઈ એ, પણ શબ્દ ઉત્પન્ન થયા, વિનષ્ટ થયે—એવે અધ્યવસાય થાય તે છે. માટે તે અધ્યવસાય તે વિના ન નાર પ્રત્યક્ષથી જ થયા છે એમ નિશ્ચય થાય છે.