________________
१६८
सप्तभङ्गीस्वरूपम् ।
[૪:૪૭–
સકલાદેશનું લક્ષણ –
પ્રમાણથી જાણેલ અનન્ત ધર્મવાળી વસ્તુનું કાલાદિ દ્વારા અભેદની પ્રધાનતાથી અથવા અભેદના ઉપચારથી એકી સાથે પ્રતિપાદન કરનારું વચન સકલાદેશ છે. ૪૪.
$1. ધમધમીમાં જ્યાં કાલાદિ આઠની અપેક્ષાએ અભેદવૃત્તિ(ઐક્યભાવ)ની પ્રધાનતા હોય તેથી અને જ્યાં કાલાદિ આઠની અપેક્ષાએ ધર્મ-ધમીમાં ભેદ હોય ત્યાં અભેદને ઉપચાર કરવાથી વસ્તુનું સમકાલે (એકી સાથે) અભિધાયક વચન એ સકલાદેશ એટલે પ્રમાણવાક્ય કહેવાય છે.
$૨. અર્થાત્ અશેષ (સમસ્ત) ધર્માત્મક વસ્તુનું કાલાદિવડે અભેદરૂપે અથવા અભેદના ઉપચારથી એકી સાથે સકલાદેશ પ્રતિપાદન કરે છે, કારણ કે સકલાદેશ પ્રમાણને આધીન છે.
અને વિકલાદેશ તે-અનુક્રમે ભેદના ઉપચારથી કે ભેદની પ્રાધાન્યતાથી વસ્તુનું પ્રતિપાદન કરે છે, કારણ કે વિકલાદેશ નયવાક્યને આધીન છે.
(५०) यौगपद्येनाशेषधर्मात्मकमित्यादि । कालादिभिरिति कालादिभिर्वक्ष्यमाणैः । अभेदोपचारणेति मेदेऽपि सति । क्रमेणेति न यौगपद्येन । भेदोपचारादिति अमेदेऽपि सति ।
(टि.) यौगपद्येनेत्यादि । तस्येति सकलादेशस्य । तदिति वस्तु । तस्येति विकला
६३ कः पुनः क्रमः ? किं वा यौगपद्यम् ? । यदाऽस्तित्वादिधर्माणां कालादिभिर्भेदविवक्षा, तदैकस्य शब्दस्यानेकार्थप्रत्यायने शक्त्यभावात् क्रमः, यदा तु तेषामेव धर्माणां कालादिभिरभेदेन वृत्तमात्मरूपमुच्यते, तदैकेनापि शब्देनैकधर्मप्रत्यायनमुखेन तदात्मकतामापन्नस्याने काशेषरूपस्य वस्तुनः प्रतिपादनसंभवाद्योगपद्यम् ।
૩ કમ કેને કહેવાય ? અને યૌગપદ્ય (અક્રમ)કેને કહેવાય ? એ પ્રશ્નના સમાધાનમાં પ્રથમ ક્રમનું સ્વરૂપ આ પ્રમાણે છે-જ્યારે અસ્તિત્વાદિ ધર્મોમાં કાલાદિદ્વારા ભેદની વિવેક્ષા હોય (અર્થાત્ ભેદ સિદ્ધ કરવાનું હોય) ત્યારે એક શબ્દમાં અનેક ધર્મને કહેવાનું સામર્થ્ય નથી (અર્થાત એક શબ્દથી અનેક ધર્મોનું જ્ઞાન થઈ શકતું નથી) માટે ધર્મોનું એક પછી એક કરીને કથન કરી શકાય છે. આને કેમ કહેવામાં આવે છે. પણ જ્યારે વસ્તુના તે અસ્તિત્વાદિ અનેક ધર્મોનું કલાદિદ્વારા અભેદને પ્રાપ્ત થયેલ આત્મરૂપ-સ્વરૂપ કહેવાનું હોય ત્યારે એક ધર્મનું કથન કરવામાં તત્પર એક જ શબ્દથી અસ્તિત્વધર્મ સાથે તાદાસ્યને એટલે અભેદને પ્રાપ્ત થયેલ શેષ સમસ્ત ધર્મસ્વરૂપ વસ્તન કથન થઈ જાય છે તે ચોગપદ્ય છે અર્થાત્ અસ્તિત્વાદિ કેાઈ પણ એક ધર્મનો વાચક “અસ્તિ આદિ શબ્દ કાલાદિથી અભિન્ન બની ગયેલા બાકીના બધા ધર્મોનું પણ પ્રતિપાદન જ્યારે કરે છે ત્યારે સૌગપદ્ય જાણવું.
(टि०) वृत्तमिति निष्पन्नम् । तदात्मकतामिति अभेदात्मकताम् ।