________________
सप्तभङ्गीनिरूपणम् ।
[ ક. ૨૪g૧. જીવાદિ એક પદાર્થમાં સત્ત્વ આદિ કેઈ એક ધર્મવિષયક પ્રશ્નને કારણે, વિરોધ ટાળીને એટલે કે પ્રત્યક્ષાદિ પ્રમાણેની બાધાને પરિહાર કરીને જુદા જુદા અથવા સંમિલિત વિધિ અને નિધની પર્યાલચના-કલ્પના કરીને સ્વાતપદથી યુક્ત આગળ કહેવાશે એ રીતે સાત પ્રકારની વચનરચનાને સપ્તભંગી જાણવી. પદાર્થ જેનાથી ભેદાય તે ભંગ અર્થાત વચન પ્રકાર છે. તેવા સાતભંગોનો સમૂહ તે સપ્તભંગી કહેવાય છે.
૨. ભિન્ન ભિન્ન વસ્તુઓ વિષે વિધિ અને નિની કલ્પનાથી તો સેંકડો ભંગને પ્રસંગ થાય તેનું નિવારણ કરવા “એક પદાર્થમાં એવું વિશેષણ ગ્રહણ કર્યું છે, એમ જાણવું. એક જીવાદિ પદાર્થમાં વિધીયમાન અને નિવિધ્યમાન અનન્ત ધર્મોની કલ્પનાથી અનન્ત ભંગીના પ્રસંગને દૂર કરવા કેઈ એક ધર્મના પ્રશ્નને કારણે એવું વિશેષણ ગ્રહણ કર્યું છે, એમ જાણવું. કારણ કે -અનઃ ધર્મોમાંથી પણ પ્રત્યેક ધર્મમાં સાત પ્રકારના જ પ્રશ્નોની પ્રવૃત્તિ થાય છે, માટે તે ધર્મના ઉત્તર પણ સાત પ્રકારે જ યુક્તિસંગત થાય છે, માટે પ્રત્યેક ધર્મની એક એક સપ્તભંગી સિદ્ધ થઈ. અને એમ થતાં અનંતધર્મની અપેક્ષાએ જે અનન્ત સપ્તભંગી થાય છે તે તે ઈષ્ટ જ છે અને આ વિષયમાં સૂત્રકાર પોતે જ સૂત્રદ્વારા નિર્ણય કરશે.
$૩. પ્રત્યક્ષાદિ પ્રમાણેથી વિરુદ્ધ એવા એકાન્ત સત્ અસતુ વિગેરેની વિધિ અને નિધની કલ્પનાથી પ્રવૃત્ત થયેલ વચનપ્રયોગ સપ્તભંગી રૂપે અમાન્ય છે તે જણાવવા “
વિધ ટાળીને એમ કહ્યું છે. આ બાબતમાં અમે પણ કહ્યું છે કેહે દેવ ! આપે અનેકાન્તાત્મક પદાર્થમાં એકેક ધર્મની અપેક્ષાએ પ્રશ્નના કારણે વિધિ અને નિષેધરૂપ ભેદ કરીને બાધારહિત જે સાત પ્રકારની વચન રચનાઉપદેશ કર્યો છે, તેને પ્રયોગ કરીને જ૯૫ (શાસ્ત્રાર્થ—વાદ) રૂપ રણાંગણમાં વાદી ક્ષણવારમાં પ્રતિવાદીને જીતી લે છે.”
૬૪. સપ્તભંગીનું આ લક્ષણ પ્રમાણ સપ્તભંગી અને નયસણભંગી એ બન્નેનું સાધારણુ–સામાન્ય લક્ષણ જાણવું અને એ બંનેનાં વિશેષલક્ષણો તે હવે પછી કહેવાશે.
- સારાંશ છે કે દરેક પદાર્થમાં અનન્ત ધર્મ જોવામાં આવે છે, અથવા એમ કહીએ કે અનસ્ત ધર્મોનો પિંડ એ જ પદાર્થ કહેવાય છે. આ અનન્ત ધર્મો. માંથી કેાઈ એક ધર્મને લઈને અમુક ધર્મ સત્ છે કે અસતું છે ? ઇત્યાદિ પ્રશ્ન પૂછે તે એ પ્રશ્નને અનુસાર તે એક ધર્મના વિષયમાં સાત પ્રકારના ઉત્તર દેવા પડશે. દરેક ઉત્તર સાથે સ્માતા (કથંચિત) શબ્દ જોડેલ હોય છે. કઈ ઉત્તર વિધિરૂપ હશે કેઈ નિષેધરૂપ હશે અર્થાત કેઈ ઉત્તર હા માં હશે તે કોઈ “નામાં હશે પરન્ત વિધિ અને નિષેધમાં વિરોધ આવો ન જોઈએ. આ રીતે વિધિ અને નિષેધ–એકેક લઈને અને મેળવીને સાત ભંગ બને છે. તેથી તે વચનપ્રગને સપ્તભંગી એવું નામ આપવામાં આવ્યું છે. ૧૪
(५०) अबोचाम चेति पञ्चाशति या प्रश्नादित्यादिपद्ये पर्युदासशब्देन निषेधस्याख्या । वाधच्युते प्रत्यक्षादिवाधच्युता ॥१४॥