________________
आगमस्य पार्थक्यम् ।
[૪. ૨
જૈન–તે જ પ્રમાણે જ “પનસ શબ્દ છે તે પનસરૂપ અને વાચક છે એવા જ્ઞાનની સહાયતા હોય તે જ શબ્દ અર્થનું પ્રતિપાદન કરી શકે છે. પણ તેવું જ્ઞાન નાળિયેર દ્વીપવાસી પુરુષને પહેલાં થયું ન હતું, માટે પનસ શબ્દ સાંભળવાથી પનસ” અર્થને બેધ તે પુરુષને કઈ રીતે થઈ શકે?
વૈશેષિક–પણ આવું જ્ઞાન તે વ્યાપ્તિ જ્ઞાનરૂપ જ છે અને તેવા જ્ઞાનની શબ્દના અર્થજ્ઞાનમાં જે અપેક્ષા હોય તે શબ્દાર્થ જ્ઞાન અનુમાન જ થશે.
જેન–તે જ ન્યાયે ખરા-ખોટા સિક્કાને વિવેક કરનાર પ્રત્યક્ષ પણ અનુમાનરૂપ કેમ નહિ થાય? કારણ કે ત્યાં પણ પૂર્વોક્ત ઉપદેશ વ્યાપ્તિના પ્રયોગરૂપ જ છે. - ૬૪ વૈશેષિક–વ્યાપ્તિનું જ્ઞાન પ્રથમ થઈ ગયું છે. છતાં પણ જ્યારે પરીક્ષક ખરા-ખેટાને વિવેક કરે છે ત્યારે અભ્યાસને કારણે વ્યાપ્તિની અપેક્ષા નથી માટે તે જ્ઞાન પ્રત્યક્ષસ્વરૂપ જ છે. પરંતુ જે વ્યાપિની અપેક્ષા રાખે છે તે જ્ઞાન અનુમાનરૂપ જ થાય. જેમકે–આ સિક્કો બેટે છે, કારણ કે-ખોટા સિક્કામાં રહેલ વિશેષોથી યુક્ત છે, પૂર્વે જેયેલ ખોટા કાષપણ-સિકકાની જેમ.
જૈન–આ બધુંય શબ્દમાં પણ સમાન જ છે, એમ જાણે.
ઉપ અભ્યાસ દશામાં શબ્દજ્ઞાન વખતે કઈ પણ પુરુષ વ્યાપ્તિની અપેક્ષા રાખતું નથી કારણ કે-શબ્દચ્ચારની સાથે જ જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. અને અનભ્યાસ દશામાં તે વળી શબ્દમાં કેણ તેની અનુમાનતા નથી માનતું? જેમકે–સ કેત ભૂલી જનાર પુરુષને કાલાન્તરમાં “પનસ' શબ્દ સાંભળવાથી એવું થાય છે કે આ પનસ’ શબ્દ મૂળ સુધી ફળવાળા વૃક્ષ વિશેષ વાચક છે. કેમકે-પહેલાં યજ્ઞદત્તે કહેલ પનસની જેમ દેવદત્ત કહેલ
આ પનસ શબ્દ પણ તે જ છે. અને આ રીતે શબ્દમાં અનુમાનરૂપતા સિદ્ધ કરવાને તમેએ જે અનુમાન કહેલ છે તેમાં પક્ષકદેશમાં સિદ્ધસાધ્યતા રૂપ દોષ પણ છે. કારણ કે તમે જ્યારે એમ કહે છે કે શબ્દ એ અનમાન છે ત્યારે પક્ષરૂપ બનાવેલ જેટલા શબ્દો છે તેમાંથી એક દેશ—એટલે અનત્યસ્ત શબ્દની બાબતમાં અમે એ પણ અનુમાનરૂપતા સ્વીકારી છે. પણ આગમ તરીકે જે શબ્દ અમે સ્વીકાર્યો છે તે અભ્યસ્ત હોવાથી તેમાં તે વ્યાણિગ્રહણની અપેક્ષા જ નથી. તેમ ન માનવામાં તે સિકકામાં ખરા-ખોટાનો વિવેક કરનાર પ્રત્યક્ષથી વ્યભિચાર આવશે. એ અમે કહ્યું જ છે. માટે તમારે હતુ અસિદ્ધ થયો અને એ રીતે શબ્દમાં વ્યાપ્તિ ગ્રહણની અપેક્ષા સિદ્ધ નથી માટે વિવાદાસ્પદ-(અભ્યાસદશાપન) શબ્દ પણ અનુમાનથી ભિન્ન સામગ્રીવાળો હોવાથી ફૂટાટ કાર્દાપણના વિવેચક પ્રત્યક્ષની જેમ અનુમાન નથી એ સિદ્ધ થયું.
(५०) अथेत्यादि परः। एतादृशविशेषेति तथाविधमुद्रोपलक्षणम् । तद्विवेके इति कूटविवेके अयमिति उपदेशः । तर्हि शब्दोऽपीत्यादि सूरिगीः । तत्प्रतिपादने इति पनसार्थपरि'
૧ પરિણાને ઢા