Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા સ્વભાવે અનેકાન્તવાદી હોવા છતાં પણ જૈન દષ્ટિનું સ્વરૂપ એકાન્તપણે વાસ્તવવાદી જ છે, કારણ કે તેના મતે પણ ઈન્દ્રિયજન્ય મતિજ્ઞાન વગેરેમાં ભાસિત થનારા ભાવોના સત્યત્વનું તે જ સ્થાન છે જે પારમાર્થિક કેવળજ્ઞાનમાં ભાસિત થનારા ભાવોના સત્યત્વનું સ્થાન છે અર્થાત જૈન મત અનુસાર બન્ને સત્યોની માત્રામાં અંતર છે, યોગ્યતા અને ગુણમાં નથી. કેવળજ્ઞાનમાં દ્રવ્યો અને તેમના અનન્ત પર્યાયો જે યથાર્થતાથી જે રૂપથી ભાસિત થાય છે તે જ યથાર્થતાથી અને તે જ રૂપથી કેટલાંક દ્રવ્યો અને તેમના કેટલાક પર્યાયો મતિ આદિ જ્ઞાનમાં પણ ભાસિત થઈ શકે છે. તેથી જૈન દર્શન અનેક સૂક્ષ્મતમ ભાવોની અનિર્વચનીયતાને માનતું હોવા છતાં પણ નિર્વચનીય ભાવોને યથાર્થ માને છે, જ્યારે શૂન્યવાદી દર્શન અને શાંકર વેદાન્ત વગેરે એવું નથી માનતા.
૨. જેન દષ્ટિની અપરિવર્તિષ્ણુતા જૈન દષ્ટિનું જે વાસ્તવવાદિત સ્વરૂપ ઉપર દર્શાવવામાં આવ્યું તે ઈતિહાસના પ્રારંભથી આજ સુધી એક જ રૂપમાં રહ્યું છે કે પછી તેમાં ક્યારેક કોઈના દ્વારા ઓછુંવતું પરિવર્તન થયું છે – આ એક ઘણો મહત્ત્વનો પ્રશ્ન છે. તે પ્રશ્નની સાથે જ બીજો પ્રશ્ન એ થાય છે કે જો જૈન દૃષ્ટિ સદા એકસરખી સ્થિતિશીલ રહી અને બૌદ્ધ યા વેદાન્ત દષ્ટિની જેમ તેમાં પરિવર્તન કે ચિત્તનવિકાસ ન થયો તો તેનું કારણ શું?
ભગવાન મહાવીરથી પહેલાંના સમયમાં જ્યારથી થોડોઘણો પણ જૈન પરંપરાનો ઈતિહાસ મળે છે ત્યારથી આજ સુધી જૈન દષ્ટિનું વાસ્તવવાદિત્ય સ્વરૂપ બિલકુલ અપરિવર્તિષ્ણુ અથવા ધ્રુવ જ રહ્યું છે, જેમ ન્યાય-વૈશેષિક, પૂર્વમીમાંસા, સાંખ્યયોગ વગેરે દર્શનોનું પણ વાસ્તવવાદિત્વ અપરિવર્તિણું રહ્યું છે. બેશક, ન્યાય-વૈશેષિક વગેરે ઉક્ત દર્શનોની જેમ જૈન દર્શનના સાહિત્યમાં પણ પ્રમાણ પ્રમેય વગેરે બધા પદાર્થોની વ્યાખ્યાઓમાં, લક્ષણપ્રણયનમાં અને તેમની ઉપપત્તિમાં ઉત્તરોત્તર સૂક્ષ્મ અને સૂક્ષ્મતર વિકાસ તથા સ્પષ્ટતા થઈ છે, ત્યાં સુધી કે નબન્યાયના પરિષ્કારનો આશ્રય લઈને પણ યશોવિજયજી જેવા જૈન વિદ્વાનોએ વ્યાખ્યાઓનું અને લક્ષણોનું વિશ્લેષણ કર્યું છે તેમ છતાં પણ આ પૂરા ઐતિહાસિક સમયમાં જૈન દષ્ટિના વાસ્તવવાદિત્ય સ્વરૂપમાં એક અંશ માત્ર પણ ફરક પડ્યો નથી, જેવો ફરક બૌદ્ધ અને વેદાન્ત પરંપરામાં આપણને મળે છે.
બૌદ્ધ પરંપરા શરૂઆતમાં વાસ્તવવાદી જ રહી હતી. પરંતુ મહાયાનની વિજ્ઞાનવાદી અને શૂન્યવાદી શાખાઓએ તેમાં આમૂલ પરિવર્તન કરી નાખ્યું. તેનું વાસ્તવવાદિત્વ ઐકાન્તિક અવાસ્તવવાદિતમાં બદલાઈ ગયું. આ જ છે બૌદ્ધ પરંપરાનું દષ્ટિપરિવર્તન, વેદાન્ત પરંપરામાં પણ એવું જ થયું. ઉપનિષદોમાં અને બ્રહ્મસૂત્રમાં જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org