________________
૩ ૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
તને ભિક્ષા નહીં આપું, કોઈ બીજે સ્થળે જજે;
અહીંની આ રસોઈ તો શ્રેષ્ઠ બ્રાહ્મણ કાજ છે. ૨૪ અર્થ :- અરે ભિક્ષ! અહીંથી બીજે સ્થળે જા. તને ભિક્ષા નહીં આપું; કેમકે અહીંની આ રસોઈ તો શ્રેષ્ઠ બ્રાહ્મણો માટે છે. ૨૪
વેદ-પારગ યજ્ઞાર્થી, જ્યોતિષાંગ ભણેલ છે,
ઘર્મજ્ઞ, સ્વ-પર-ત્રાતા યજ્ઞયોગ્ય ગણેલ છે.” ૨૫ અર્થ:-જે વેદના પારગામી છે, યજ્ઞના અર્થી છે, જ્યોતિષના અંગોને ભણેલા છે, જે ઘર્મજ્ઞ એટલે ઘર્મતત્ત્વને જાણવાવાળા છે, જે સ્વ અને પરના ત્રાતા એટલે રક્ષક છે. તેવા બ્રાહ્મણોને આ યજ્ઞ કરવાને યોગ્ય ગણેલ છે. ૨પા.
તજી આહારની ઇચ્છા, કાંઈ ઓછું ન આણતાં,
સાચું દ્વિજત્વ દર્શાવા પૂછે શાસ્ત્ર-પ્રમાણ ત્યાં ૨૬ અર્થ :- ઉપરોક્ત બ્રાહ્મણની વ્યાખ્યા સાંભળી આહારની ઇચ્છાને તજી દઈ, મનમાં કાંઈ પણ ઓછું ન આણતાં સાચું દ્વિજત્વ એટલે સાચું બ્રાહ્મણપણું દર્શાવવા માટે શ્રી જયઘોષ મુનિ ત્યાં શાસ્ત્રનું પ્રમાણ પૂછવા લાગ્યા. ૨૬
હે! બ્રાહ્મણ, કહો શું છે વેદનું મુખ, યજ્ઞનું?
નક્ષત્રોનું કહો મુખ, ઘર્મોનું વળી મુખ શું? ૨૭ અર્થ - હે બ્રાહ્મણ ! કહો વેદનું મુખ શું છે? તથા યજ્ઞ અને નક્ષત્રોનું મુખ શું? તેમજ ઘર્મોનું મુખ શું છે? અર્થાત્ વેદ, યજ્ઞ, જ્યોતિષ અને ઘર્મશાસ્ત્ર એ ચારેયમાં ખરેખર મુખ એટલે મુખ્ય શું છે? તે કહો. પારણા
કરે ઉદ્ધાર પોતાનો, અન્યને વળી તારવા,
સમર્થ કોણ છે એવા? ઇચ્છું છું હુંય જાણવા. ૨૮ અર્થ :- જે પોતાનો ઉદ્ધાર કરે અને અન્યને પણ તારવા સમર્થ છે એવા મહાત્મા પુરુષ કોણ છે? તેને જાણવા હું પણ ઇચ્છું છું. ૨૮
વિજયઘોષ બોલાવે આવેલા વિપ્ર પંડિતો,
કહી પ્રશ્નો બઘાને તે પ્રેરે : “પ્રશ્નોત્તરો વદો'. ૨૯ અર્થ :- એમ સાંભળી વિજયધોષ પોતાને ત્યાં આવેલ બ્રાહ્મણ પંડિતોને બોલાવી બધાને ઉપરના પ્રશ્નો કહી તેના ઉત્તરો આપવા પ્રેરણા કરી. ૨૯
કોઈ સમર્થ ના જોતાં વીનવે તે જ મુનિને,
હાથ જોડી બઘા વિપ્રો, “યો જો ઉત્તર સુણીએ.”૩૦ અર્થ :- બ્રાહ્મણોમાંથી ઉત્તર આપવા કોઈ સમર્થ નહીં જોતાં તે જ બ્રાહ્મણો હાથ જોડીને કહેવા લાગ્યા કે હે મુનિ! જો આનો ઉત્તર આપો તો અમે પણ સાંભળીએ. ||૩૦ના