________________
(૫) સાચું બ્રાહ્મણપણું
૩ ૩
અર્થ :- અરે! આ મૃત્યુ બઘાની પાછળ લાગેલ છે, તે કોઈને પણ છોડશે નહીં. છતાં મોહમાયામાં પોતાની જાતને ભૂલી સંસારમાં જે ભમ્યા કરશે તે પ્રાણીઓ પોતાના આત્મહિતને જ ચૂકી જશે. કાળરૂપી મગરમચ્છના મોઢામાં બેઠેલો છે. તે ક્યારે મોટું દબાવી દેશે તેની ખબર નથી. માટે મૃત્યુ આવે તે પહેલા આત્મહિત કરી લેવું. /૧ળા
“જન્મ, મૃત્યુ જરા દુઃખો દીઠાં સંસારમાં મહા,
કોઈ સંપૂર્ણ સુખી ના, તો શું ત્યાં રાચવું, અહા!” ૧૮ અર્થ - જ્યાં મહાન દુઃખના હેતુ એવા જન્મ, જરા અને મૃત્યુ સંસારમાં પ્રત્યક્ષ દેખાય છે, જ્યાં કોઈ સંપૂર્ણ સુખી નથી તેવા સંસારમાં અહો! મોહ કરીને શું રાચવું. એવો વૈરાગ્યભાવ નદી કિનારે મૃત્યુની લીલા જોઈ જયઘોષ બ્રાહ્મણને ઉત્પન્ન થયો. ૧૮ાા
ગુરુ સાચા કને દીક્ષા જયઘોષે લીંથી ભલી;
મહાવ્રતોરૃપી યજ્ઞો કરે સન્શાસ્ત્ર સાંભળી. ૧૯ અર્થ :-- તેથી સાચા આત્મજ્ઞાની ગુરુ પાસે જઈને જયઘોષ બ્રાહ્મણે ભલી એટલે આત્માને કલ્યાણકારી એવી દીક્ષા ગ્રહણ કરી. તથા સન્શાસ્ત્રોને સાંભળી પંચ મહાવ્રતરૂપી સાચો યજ્ઞ કરવા લાગ્યા. ||૧૯ો
ઇન્દ્રિયોને વિષયોથી વારી સંયમસજ્જ તે
મોક્ષમાર્ગે પ્રવર્તે છે, તીર્થ જંગમ રૂપ તે. ૨૦ અર્થ :- પાંચે ઇન્દ્રિયોને પોતાના વિષયોથી નિવારી સંયમસજ્જ એટલે સંયમ પાળવામાં સજ્જ બની મોક્ષમાર્ગે પ્રવર્તે છે, એવા શ્રી જયઘોષ મુનિ હવે જંગમ એટલે હાલતાચાલતા તીર્થરૂપ બન્યા. ૨૦ણા
વારાણસી પુરીમાં તે વિહાર કરતાં ગયા,
ગામ બહાર ઉદ્યાને યાચીને સ્થળ ઊતર્યા. ૨૧ અર્થ - એકવાર તે વિહાર કરતા પોતાની વારાણસીપુરીમાં ગયા અને ગામ બહાર ઉદ્યાનમાં રહેવા માટેનું સ્થળ યાચીને એટલે પૂછીને ત્યાં ઊતર્યા. ર૧ાા.
એક માસ અનાહારી તપના શુભ પારણે,
ભિક્ષાર્થે ચાલતા આવ્યા વિજયઘોષ બારણે. ૨૨ અર્થ - એક મહિનાના અનાહારી એટલે ઉપવાસ તપના શુભપારણાના દિવસે ભિક્ષા અર્થે ચાલતા તે પોતાના સંસારીભાઈ વિજયઘોષને બારણે આવ્યા. રરા
મલિન ફૅશ ભાઈને યતિવેષે ન ઓળખે,
વિજયઘોષ બોલ્યા કે, “ભિક્ષુ યજ્ઞ ન પારખે? ૨૩ અર્થ - મલિન છે વસ્ત્ર જેના અને કશ છે કાયા જેની એવા યતિવેષે એટલે અનિવેષમાં રહેલા પોતાના ભાઈને ન ઓળખવાથી વિજયધોષ બ્રાહ્મણ બોલ્યો કે અરે ભિક્ષુ! આ યજ્ઞ ચાલી રહ્યો છે તેને તું પારખતો નથી? અર્થાત તેના ભાવને તું જાણતો નથી? ા૨૩મા