________________
૩ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ - જે ચારેય કષાય ભાવોને ટાળીને સદા સંયમમાં વર્તવાનો યત્ન કરે છે. દુષ્ટ વર્તન કરનાર પ્રત્યે પણ જેને ક્રોઘ નથી, તેમજ ઘણું તપ કરવા છતાં પણ જેમાં માનનો પ્રવેશ નથી. II૧૦ના
માયા, લોભ કરે દૂર, નિર્જરા સત્ય સાઘતો,
તે બ્રાહ્મણ, ભણે જ્ઞાની, પોતે તરે ય તારતો. ૧૧ અર્થ – જે માયા અને લોભ કષાયને દૂર કરી કર્મોની સાચી નિર્જરા સાથે છે. તેને જ્ઞાનીઓ સાચો બ્રાહ્મણ ભણે છે અર્થાત્ કહે છે. જે પોતે સંસાર સમુદ્રથી તરે છે અને બીજાને પણ તારે છે. ૧૧.
પાળે નવે વિધિથી , બ્રહ્મચર્ય મહાવ્રત,
તે જ દ્વિજ ખરો જાણો, આત્મામાં જે રહે રત. ૧૨ અર્થ :- જે નવે વિધિથી એટલે નવવાડ સહિત બ્રહ્મચર્ય મહાવ્રતને પાળે છે તેને ખરો દ્વિજ એટલે બ્રાહ્મણ જાણો. જે સદા આત્મામાં રત એટલે લીન રહે છે. [૧૨ના
ઉત્તરાધ્યયને જોજો, સાચા બ્રાહ્મણની કથા,
ભાખી યજ્ઞીય અધ્યાયે, જાણવા યોગ્ય છે તથા. ૧૩ અર્થ - ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ જેમાં સંગ્રહિત છે એવા “ઉત્તરાધ્યયન' સૂત્રમાં સાચા બ્રાહ્મણની કથા જોજો. તેમાં યજ્ઞીય નામના અધ્યાયમાં તે ભાખેલ છે. તે આરાધકોએ જાણવા યોગ્ય છે, માટે અત્રે આપીએ છીએ. તે નીચે પ્રમાણે છે. ૧૩ના
વારાણસી પુરી વિષે પૂર્વે બ્રાહ્મણ ભાઈ બે,
વિજય ને જયઘોષ ચારે વેદ ભણેલ તે. ૧૪ અર્થ - વારાણસીપુરીમાં પૂર્વે બે બ્રાહ્મણ ભાઈઓ વસતા હતા. એક વિજય અને બીજો જયઘોષ નામે હતો. અથર્વવેદ, ઋગવેદ, યજુર્વેદ અને સામવેદ એ ચારેય વેદને ભણેલા હતા. ll૧૪
જયઘોષે ર્દીઠી લીલા મૃત્યુની નિર્દીને તીરે,
દેડકો સાપના મુખે વેદના–રવ જ્યાં કરે; ૧૫ અર્થ :- એકવાર જયઘોષ બ્રાહ્મણે નદીના કિનારે મૃત્યુની લીલા જોઈ. ત્યાં સાપના મુખમાં પકડાયેલો દેડકો વેદનાથી રવ એટલે અવાજ કરતો હતો. ૧૫ના
નોળિયો એક ત્યાં આવી સાપને પકડે, અરે!
તે દેખીને જયઘોષ વૈરાગ્ય ઉરમાં ભરે. ૧૬ અર્થ :- ત્યાં વળી એક નોળિયે આવીને સાપને પોતાના મુખમાં પકડી લીધો.અરે! આ બધા મૃત્યુની દાઢમાં સપડાયેલા છે, તેને જોઈ જયઘોષના હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો અને વિચારવા લાગ્યો. ||૧૬ના
અરે! મૃત્યુ પેંઠે લાગ્યું, કોઈને નહિ મૂકશે; માયામાં જે ભમે ભૂલી, આત્મહિત જ ચૂકશે. ૧૭