________________
૩ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
પાપપુણ્યથી પર રહી શુદ્ધ ભાવની વાત,
ગુરુ-ગમથી તે જાણતાં નિજ-પર-હિત સાક્ષાત્. પર અર્થ - હવે પાપ અને પુણ્યથી પણ પર એટલે શ્રેષ્ઠ એવી જે શુદ્ધ ભાવની વાત છે તે શ્રી ગુરુગમથી જરૂર જાણી લેવી, કારણ તેમાં નિજ અને પર બન્ને જીવોનું સાક્ષાત્ હિત સમાયેલું છે. કેમકે પોતે સ્વરૂપમાં સમાઈ જવાથી પ્રતિદિન તેના દ્વારા થતી અસંખ્ય જીવોની હિંસા અટકી જાય છે. તેથી પોતાનું હિત કરતાં તેમાં પરનું હિત સહેજે થઈ જાય છે. તે ગુરુગમને પામવા સાચા સદ્ગુરુની પ્રથમ શોઘ કરવી. અને તે મળી આવ્યું શુદ્ધ દયાથર્મનું તેમની આજ્ઞાએ પાલન કરવું. તેથી સમ્યક્દર્શન પામી જીવ શાશ્વત સુખસ્વરૂપ એવા મોક્ષલક્ષ્મીનો અધિકારી થશે. ઉપરોક્ત ગાથાઓ વડે દયાઘર્મ એ જ સર્વોત્કૃષ્ટ ઘર્મ છે એમ પ્રમાણ સહિત સ્પષ્ટ સમજાવ્યું. પ૨ાા.
સાચાદેવ, ગુરુ, ઘર્મની શ્રદ્ધા કરીને હવે શું કરવું? તો કે સાચું બ્રાહ્મણપણું પ્રગટાવવું. સાચું બ્રાહ્મણપણું કોને કહેવાય? તો કે બ્રહ્મ એટલે આત્મામાં રમણતા કરવી તે સાચું–બ્રાહ્મણપણું. એ જ મુનિપણું છે. પ્રથમ ભગવંતો મુનિર્મની દેશના આપે છે. તેવી યોગ્યતા ન હોય તો શ્રાવકઘર્મ અંગીકાર કરવાનો ભગવાનનો ઉપદેશ છે. માટે આ પાઠમાં પ્રથમ સાચા મુનિ અર્થાત સાચા બ્રાહ્મણપણા સંબંધીનો વિસ્તારથી બોઘ કરવામાં આવે છે :
સાચું બ્રાહ્મણપણું
(અનુરુપ)
બ્રાહ્મણો, શ્રમણો, ભિક્ષુ, નિર્ગુન્હો નામ ચાર એ,
બ્રહ્મજ્ઞાની સુસાધુનાં, સાચા બ્રાહ્મણ ઘાર તે. ૧ અર્થ - બ્રાહ્મણો એટલે બ્રહ્મમાં રમનારા, શ્રમણો એટલે મુનિઓ, ભિક્ષુ એટલે ભિક્ષા વડે જીવન ચલાવનારા મુનિઓ અને નિગ્રંથો એટલે જેમની મિથ્યાત્વરૂપી ગ્રંથી અર્થાત્ ગાંઠ ગળી ગઈ છે તે. એ ચારેય નામ બ્રહ્મજ્ઞાની કહેતા આત્મજ્ઞાની સાચા સાધુપુરુષોના છે. તે બ્રહ્મમાં એટલે આત્મામાં રમનારા હોવાથી સાચા બ્રાહ્મણ છે એમ જાણવું. ||૧ાા.
લક્ષણો શાસ્ત્રનાં સાચાં, સાચાં બ્રાહ્મણનાં સુણો,
બીજા અંગે વિરે ભાખ્યા સાચા બ્રાહ્મણના ગુણો - ૨ અર્થ - શાસ્ત્રમાં કહેલા સાચા બ્રાહ્મણના સાચા લક્ષણો સાંભળો કે જે શ્રી મહાવીર ભગવંતે દ્વાદશાંગીના બીજા અંગ “સૂત્રકતાંગસૂત્ર'માં ઉપદેશ્યા છે. તે લક્ષણો નીચે પ્રમાણે છે – પારા
પાપકર્મો બઘાં ત્યાગે, રાગ ને દ્વેષથી હઠે, ઝઘડા જે મચાવે ના, અછતા દોષ ના કથે. ૩