________________
કરતા ? ભુખા રહનેસે તું બહુત લેસ પોંગા યોગીએ દિલાસે આપવાના મીશે કહ્યું.
આપ પૂજ્યની કૃપા દૃષ્ટિ હશે તે ખાવા સ્ત્રીની કાંઈ નવાઈ નથી. મારી આવી દશામાં મને કઈ પણ કાર્ય કરવાનું મન થતું નથી. અગર તે ખાવા પીવા ઉપર લેશ પણ રૂચી થતી નથી. અરેરે ! હું એટલે તે કંટાળી ગયેલો છું કે ધન વગર જીવવું જગતમાં - લેશકારી છે, તેણે પિતાની સત્ય હકીકત યોગીરાજ સમીપે જાહેર કરી भ-सत्य मित्रैः प्रियं स्त्रीभि रसत्यं द्विषतासह ।
सत्यं प्रियं च पथ्यं च वक्तव्यं स्वामिना समं ।। | ભાવાર્થ-મિત્રની આગળ સત્ય વાત કહેવી, સ્ત્રી પાસે ખરૂં બાલવું અને શત્રની આગળ જુઠું બોલવું, સ્વામીની સાથે સાચુ અને મીઠું એવું હીતકારી વચન કહેવું. - મુસાફરની ભક્તિથી પ્રસન્ન થએલા યોગીરાજે પિતાની દિવ્ય શક્તિથી ખાંડ, ઘીથી પૂર્ણ એ ક્ષીરનો એક થાળ આકાશ માર્ગથી મંગાવી પેલા પથિકને આરોગવાને કહ્યું કે બચ્ચા તેરે લીયે યહ ખાણ આયા હય સો ખા જાઓ?
અણજાણ્યા ઘરને આવેલ આહાર હું જમતો નથી, કેમકે સજજને પિતાના ઉપર વિકટ સંકટો પડતાં છતાં પણ સન્માર્ગને લેશ માત્ર પણ તજતા નથી. વિશેષ શું પણ છેદવાથી, ઘસારાવડે કરીને કષ્ટ પામતાં થકાં પણ ચંદન વૃક્ષ પિતાને મોટાઈનો ગુણ જે સુધી તેને નહિ તજતાં ઉલટું તેમાં વૃદ્ધિગત થાય છે એવી રીતે ભક્તિ કરનાર સેવકે પિતાની સજનતાનું જોગીને ભાન કરાવ્યું.
બચ્ચા ! તેરી નાંદુરી નગરીમે જે નાગ નામકા બહા વ્યવહારીયા વસતા હય, ઉન્મી ગાત્રદેવીકી સામને ધરાયા હુવા યહ ક્ષીર કા થાળ મેંને મંગાવાયા હય. ઈસીસે તું જ કે કોઈ બાતે હરજ નહિ હય. બચ્ચા ? ભેજન કરકે સ્વસ્થ હો જાઓ. યોગીએ થાળનું સ્વરૂ૫ જણાવ્યું.
પિતાને યોગ્ય એવો આ ભોજનને થાળ શ્રાવકના ઘરને છે, એમ જાણીને પિતાની શ્રાવકની રીત પ્રમાણે ભોજન કરી સ્વસ્થ થયો. જે બી પણ તેને આચાર અને વિવેકમાં કુશળ તથા બુદ્ધિવંત જાણીને