________________
મારે ત્રણ દિવસથી શાહુકારના દેવા આપવાના ભયથી નગરીને ત્યાગ કરી જંગલને આશ્રય ગ્રહણ કરવો પડે છે. વળી પિતાને આહાર પણ મળ્યો નથી. પરંતુ આ ગીરાજનાં દર્શન થતાં પહેલાનું સમગ્ર દુઃખ તે ઘડી તે વિસરી ગયો ને ખરી ભક્તિવડે યોગીરાજની સેવા કરવા લાગ્યો. ખરા અંતઃકરણ પૂર્વક એક નિષ્ઠાથી સેવા કરનારા આ દરિદ્ર ભક્ત ઉપર તેના કોઈ પૂર્વ સંચિત પ્રારબ્ધના મેગે થોડા સમયમાં દયાવડે કરીને આદ્ર છે હદય જેનું એવા યોગીરાજ પ્રસન્ન થતા હવા. કેમકે કર્યા ગુણના જાણ પુરૂષ શીતલ સુગંધી સરખા હોય છે. અને કૃતઘ જનો પર્વતની ભૂમિ સરખા અને કૃષ્ણ સર્પ સરખા જાણવા, કારણ કે તે પુન્યના ઘાતક હોય છે.
પથિકની અલ્પ સેવાથી તુષ્ટમાન થએલો જોગી તેની પ્રત્યે બેલતે હો કે બચ્ચા તું કૅન હય? કૌન દેશસે આયા હય, તેરા કયા નામ હય! બચ્ચા? સચ્ચ બાત કરના? તેરી થોરીસી ભક્તિસે મેં તેરા પર પ્રસન્ન હુવા હુ.
યોગીરાજ? હું બહુજ દુઃખીયારો સંસારમાંથી બહિષ્કત થએલો એ એક મુસાફર છું હું અહીંથી નજીકના નાંદુરી નામના નગરમાં રહું છું. મારા અભાગીયાના નામનું આપને શું કામ છે ? કોણ જાણે કેવા સંયોગમાં મારું નામ પાડયુ હશે કે જેથી મારે સર્વદા નિર્ધન અવસ્થામાં જ મારા દિવસો પસાર કરવા પડે છે.. અરેરે ! મારા જે આ જગતમાં દુઃખીયે ભાગ્યે જ હશે, સર્વ કોઈને પિતપોતાના ચાન્સ પ્રમાણે દૈવ આપે છે, પરંતુ દૈવ ખાઈપીને એવું તે મારી પાછળ પડ્યું છે કે હું તો આ સંસારમાં કાયર ફાયર થઈ ભરવાની આશાએ આ જગલમાં ચાલ્યો આવ્યો છું, પરંતુ હવે કોઈ પર્વનાં સુકૃતના સંયોગે આપ સરખા મહાન યોગીરાજને સમાગમ થયો છે કે જેથી મારી નવી બંધાયેલી આશા પરિપુર્ણ થશે. અન્યથા આ જંગલમાં રખડી રખડીને આ મારી હીણભાગી કાયાનો અંત લાવવો એજ મારો નિશ્ચય હતો. નિરાશ વદને સરર સરર ટપકતાંઅશ્રુબિંદુઓ વાળાં નયનોથી આ એવા ભક્તિ કરનારા સેવકે જે ગી આગળ અત્તરના ઉદ્દગારો બહાર કાઢયા.
બચ્યા ? ચિંતા મત કર ? તુ દયા કરનેકે ગ્ય હય ! તેરા અચ્છા હોગા ? કયું દિલગીર હતા હય ! તું ભોજન બી નહિ