________________
મહાવ્રતો બીજો કોઈ નથી. પ્રલોભનો આપી આપીને તમને અત્યારે એના પક્ષમાં રાખશે. અને જેવું એનું કામ પૂર્ણ થશે, ધર્મરાજ આ દગાખોરીથી હારશે કે તરત જ મોહરાજ આ બધાનું પણ કાટલું કાઢી નાંખવાનો. ધર્મરાજને દગો દેનારા તમામને એ મોહરાજ તિર્યંચગતિ કે નરકગતિ નામની જેલમાં કેદ પૂરી દેવાનો. ત્યાંથી એમનો છૂટકારો ક્યારે થાય એ તો ભગવાન જાણે.
ઉપમાઓની જંજાળ બાજુ પર મૂકીને સીધે - સીધી વાત કરીએ તો એટલું જ કહેવાય કે મોક્ષની સાચી ભાવનાથી, સંસારના વૈરાગ્યથી દીક્ષા લીધા બાદ પણ જેઓ પાંચ મહાવ્રતોને, કરેમિભંતેની પ્રતિજ્ઞાને બરાબર પાળતા નથી. વિષયસુખોની, શરીરની પરવશતાનો ભોગ બને છે... તેઓનો આ નાનકડો ભવ ભલે દેખાવમાં સોહામણો પસાર થાય, પણ એ પછી ભીષણસંસારની અનંતયાત્રા એમણે કરવી પડે તો લગીરે નવાઈ નહિ.
કેટલાક ભીરુ સંયમીઓ યુદ્ધે ચડ્યા બાદ મોહરાજના ભયંકર આક્રમણથી હેબતાઈ જઈ યુદ્ધ લડવાનો વિચાર તો માંડી વાળે છે, પણ તેઓ વિશ્વાસઘાતના માર્ગે જઈ કપટથી મોહરાજના તાબે રહેવાનું પસંદ કરતા નથી. તેઓ રણસંગ્રામમાંથી જ ભાગી જાય છે. અર્થાત્ સાધુ વેશમાં રહી સંસારીઓ કરતા પણ બદતર જીવન જીવવાનું ઘોર પાપ ક૨વાને બદલે સાધુવેષ ત્યાગી પૂર્વની જેમ જ સંસારી બની જાય છે.
આ સંયમીઓ પહેલા સંયમીઓ કરતા ઘણા સારા છે. કેમકે-એમણે ચારિત્રવેષનો દુરૂપયોગ નથી કર્યો. એટલે જ દીક્ષા છોડ્યા પછી પણ જો તેઓ સમ્યગ્દર્શન, શ્રાવકાચારને બરાબર ટકાવી રાખે તો તેઓ ધીરે - ધીરે પણ પાછા મોક્ષ તરફ જ પ્રયાણ કરનારા બને.
ઉપદેશમાલાકાર શ્રી ધર્મદાસગણિએ બહુજ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે 'સુસાવો વિ વરતાં, ન સાઝુવેને યુઅધમો સામાયિક, પૂજા, પ્રતિક્રમણાદિ શુભાનુષ્ઠાનો વિધિ+ભાવ પૂર્વક કરનારા સુશ્રાવકો સારા. પણ સાધુવેષમાં રહીને સાધુધર્મથી ભ્રષ્ટ થઈ સંસારી જેવું જીવન જીવનારા બિલકુલ સારા નહિ.
જુઓ,
સ્કુલમાં શિક્ષક બનવું, શિક્ષક તરીકે રૂા. ૧૦ હજારનો માસિક પગાર લેવો અને છતાં વિદ્યાર્થીઓને સારું ભણાવવાની પોતાની ઉપાડેલી ફરજમાં વેઠ ઉતારવી એ ઘણું જ ખરાબ છે. એના કરતા તો જે શિક્ષક જ નથી બન્યો, કે જે વિદ્યાર્થીઓને ભણાવી ન શકતો હોવા બદલ સ્વયં શિક્ષકની નોકરી છોડી ચૂક્યો છે, એ વધુ સારો, કેમકે એ વિદ્યાર્થીઓને કે સરકારને ઠગતો નથી.
૨૦