________________
યુદ્ધની ઘોષણા
કશું ખોટું નથી કરતા. મોહરાજ જ આપણને પરમસુખી બનાવી શકશે. ચારિત્રધર્મરાજના પડખે રહેવામાં તો નર્યા દુઃખભર્યા દિવસો જ છે. આ બધા પ્રલોભનો પળવારમાં સળગી જાય, ઉપરથી મોહરાજની પુષ્કળ માર ખાવી પડે એ તો વધારામાં...! અર્થાત્ જો ધર્મરાજના પક્ષે રહેશું તો કલાકો સુધી ફરી ફરીને લાવેલા લુખા - સુકા ભોજનો મળવાના, વિજાતીયનો પડછાયો પણ સેવવા નહિ મળવાનો, શિષ્યપરિવારની મનોહર મસ્તી પણ નહિ મળે કેમ કે ગીતાર્થતાદિ ગુણો વિના અને ગુરુની સંમતિ વિના શિષ્યો કરી નહિ શકાય. બધું જ ગુરુને જ આપી દેવું પડશે, એક પણ ભક્ત નહિ કરાય, કેમકે ગૃહસ્થપરિચયથી અળગા રહેવાનું છે....”
રે ! આ તો માત્રને માત્ર દુઃખી થવાનો જ ધંધો ! હું ક્યાં આ ધર્મરાજના રવાડે ચડી ગયો.
કોઈકે મોક્ષની ઊંચી વાતો કરી, મને ભરમાવ્યો. હું ય ચડામણીમાં ચડી ગયો. હવે, સાચું ભાન થાય છે. સાચું, સમ્યકત્વ તો આ જ છે કે મોહરાજના સેવક બનીને રહેવું. એ જેમ કહે, તેમ કરવું. અને એમાં પ્રત્યક્ષથી જ બધા લાભ જોવા મળે છે. મોહરાજના કહ્યા પ્રમાણે કરૂં છું, તો બધા પ્રકારના સુખો ભોગવું છું.
જૂઓને !
ત્રણ ટાઈમ ગરમાગરમ મનગમતી રસોઈ મળે છે, મોહરાજના સેવક બનવાથી ! વિશાળ શિષ્યપરિવારની અદ્ભુત ભક્તિ મળે, મોહરાજના સેવક બનવાથી ! ‘જી, હજુરી’ કરનારા હજારો ભક્તો મળે છે, મોહરાજના સેવક બનવાથી ! ચારે બાજુ ‘વાહ! વાહ !' ના ધ્વનિ સાંભળવા મળે છે, મોહરાજના સેવક બનવાથી ! શું આપ્યું ધર્મરાજે ?
શું આપ્યું મોહરાજે ?
મેં પ્રત્યક્ષથી જ જોઈ લીધું.
બસ, હવે મારે ઊંચી ઊંચી વાતોમાં, ઊંચા - ઊંચા આદર્શોમાં તણાઈ જવું નથી. હવે કોઈ ગમે તે કહે, હું માત્ર ને માત્ર મોહરાજને જ વફાદાર રહીશ.”
હાય !
એક ભયાનક મિથ્યાત્વે એ સંયમીઓના માનસતંત્ર પર ભરડો લઈ લીધો. આ બધી જ ભેદી રમત ૨મી ગયો, પેલો મોહરાજ !
એ પ્રલોભનો આપતો જ રહ્યો, ભેટ - સોગાદો પહોંચાડતો જ રહ્યો... એટલે જ એ સંયમીઓને મોહરાજ ઘણો સારો લાગતો જ રહ્યો.
વિશ્વાસઘાતી બનેલા એ સંયમીઓને શું ખબર કે મોહરાજ જેવો કપટી, પાખંડી
૧૯
*****
*****