________________
- - - - - - - - = મહાવતો - -- -------
મોહરાજ કહે, “હવે તમે કરોડપતિઓને તમારા ભક્ત બનાવો, એ માટે એમની પ્રશંસા કરો. એ ગમે તેવા હોય, તો પણ તમે એમના ગુણલા ગાઓ... બસ, એ રીઝી જશે, ધનનો વરસાદ વરસાવશે, પછી તમે તમારી ઈચ્છા પ્રમાણે એ ધનનો સદુપયોગ (!) કરો..” અને પક્ષ પલટો કરી ચૂકેલા કેટલાકોએ આ બધુ પણ આચર્યું.
આવી તો હજારો બાબતો મોહરાજ કહેતો ગયો અને કેટલાક સંયમીઓ એ પ્રમાણે કરતા ગયા.
હાય !
આ કેટલો મોટો વિશ્વાસઘાત ! આ કેટલો મોટો પ્રતિજ્ઞાભંગ ! આ કેટલી મોટી છેતરપીંડી ! આ કેટલી મોટી ગદારી !
મોક્ષ મેળવવાની, મોહરાજને મશાનભેગો કરવાની જોશીલી વાતો તો ક્યાંય આકાશમાં ઊડી ગઈ. ખુદ રક્ષકો ભક્ષક બન્યા.
લોકો પણ બિચારા વેષ જોઈને ઠગાયા કે “આ તો ધર્મરાજનો સૈનિક ! મોહરાજને મારવા નીકળેલો મહારથી !'
ન સમજી શક્યા એ ભોળીયાઓ કે “આ તો માત્ર વેષ જ ધર્મરાજના સૈનિકનો છે, બાકી તો આ બધા સૈનિકો અંદરખાને ફૂટી ગયા છે. મોહરાજૂના ગુલામ બની ચૂક્યા છે....”
પણ એ અણસમજે એમને છેતરપિંડીના ખાડામાં ઉતારી દીધા.
અને, આ વિશ્વાસઘાત કરનારાઓને તત્કાળ તો મોહરાજ તરફથી પણ સારી સારી ભેટો મળતી જ રહી.
દોષિત, સ્વાદિષ્ટ ગોચરીમાં મજા આવી ગઈ, વિજાતીય પરિચયોમાં ગલગલિયા થયા, ' વિશાળ શિષ્યસંપત્તિએ સમાજમાં ગૌરવભર્યું સ્થાન અપાવ્યું, શ્રીમંત ભક્તોની અવરજવરે ચોતરફ એમની મહાનતા ઘોષિત કરી દીધી,
એશ - આરામ ભરેલી જીંદગીએ, કષ્ટરહિત જીંદગીને જીવનમાં આનંદ – આનંદ ભરી દીધો.
અને
ધર્મરાજના સૈનિકસંયમીઓ આ લોભામણી માયાજાળમાં વધુને વધુ ખેંચાવા લાગ્યા. એમને લાગવા માંડ્યું કે “આપણે ચારિત્રધર્મરાજને દગો દઈ રહ્યા છીએ, એમાં
- - - - - - - - - - ૧૮ - - - - - - - - - - - -