________________
* મહાવ્રતો
“ચાલો ઘણું સારૂં થયું. કમ સે કમ આ પવિત્રાત્મા તરફથી તો આપણને સંપૂર્ણ નિર્ભયતાની ભેટ મળી જ......”
સાંભળો એ ઉપદેશમાલાકારના વચનો !
सयलंमि वि जीवलोए तेणं इहघोसिओ अमाघाओ ! इक्कंपि जो दुहत्तं सत्तं बोहेइ जिणवयणे !
જે ગુરુ એક પણ દુ:ખાત્તે જીવને જિનવચનનો બોધ પમાડી દીક્ષા આપે છે, તે ગુરુ ચૌદરાજલોકમાં અમારિઘોષણા કરવાનું કામ કરે છે. કેમકે એ નૂતનદીક્ષિત ચૌદરાજ લોકના તમામે તમામ જીવોને નહિ મારવાની મહાપ્રતિજ્ઞા લે છે.
આ પ્રતિજ્ઞા અતિ મહાન છે, માટે જ તો એ પ્રતિજ્ઞા લેતી વખતે તમામે તમામ તીર્થંકરોને ધર્મસત્તા કેટલી બધી ભેટ સોગાદો આપે છે !
ચોથા ગુણસ્થાનકથી સીધું છઠ્ઠા- સાતમા ગુણસ્થાને ગમન આ મહાપ્રતિજ્ઞાની પ્રાપ્ત
થાય છે.
અવશ્ય કેવલજ્ઞાન અપાવે એવું વિપુલમતિ મનઃપર્યવજ્ઞાન આ મહાપ્રતિજ્ઞાથી પ્રાપ્ત
થાય છે.
કેટલીય પાપપ્રકૃતિઓના બંધ આ મહાપ્રતિજ્ઞાથી વિરામ પામે છે. અસંખ્યગુણી નિર્જરા આ મહાપ્રતિજ્ઞાથી શરુ થાય છે.
આ મહાપ્રતિજ્ઞા સાચા ભાવથી તો આખાય ભવચક્રમાં વધુ માં વધુ માત્ર ૭-૮ વખત જ સંભવી શકે છે. અર્થાત્ અનાદિનિગોદથી માંડીને મોક્ષ પ્રાપ્તિ સુધીના અનંતાનંત પુદ્ગલપરાવર્ત કાળમાં ભાવથી આ મહાપ્રતિજ્ઞા જેમાં લેવાઈ હોય, એવા ભવો માત્ર ૭-૮ સંભવી શકે. (સમ્યકત્વની અને દેશિવરતિની ભાવવાળી પ્રતિજ્ઞા તો અસંખ્ય ભવોમાં અસંખ્યવાર સંભવી શકે છે.) આનો સ્પષ્ટ અર્થ જ એ કે’જીવની સંસારભ્રમણની મહાશક્તિને તોડી - ફોડી નાંખવાનું કામ આ મહાપ્રતિજ્ઞા કરે છે.
આમ આપણા જેવા હજા૨ો વર્તમાન જીવોએ મોહરાજ સામે યુદ્ધમાં વિજય મેળવવા માટે, તાલીમ સ્વીકારવા પૂર્વક, સાચી સમજણ પૂર્વક પ્રવ્રજ્યાનો પંથ સ્વીકાર્યો તો ખરો, યુદ્ધ ઘોષણા રૂપ આ મહા પ્રતિજ્ઞા લીધી પણ ખરી અને એ જ પળથી અતિભયંકર એ યુદ્ધની શરુઆત થઈ ગઈ.
આમાં પેલા સૈનિકોની માફક આ તાલીમબદ્ધ સંયમીઓમાં પણ ઘણા વિકલ્પો ઊભા થવા માંડ્યા.
કેટલાક સંયમીઓ તો શરુઆતથી જ મોહરાજનો ભયંકર સપાટો જોઈને ગભરાઈ ગયા, લીધેલી તાલીમ અને બાંધેલા દૃઢ સંકલ્પોને વિસરી ગયા... ખાવાની સંજ્ઞાઓ જોર
૧૬