________________
--------------------ન યુદ્ધની ઘોષણા ------------------------
તમે, હું અને આપણા જેવા હજારો આત્માઓએ યુદ્ધ માટેની સખત તાલીમ લીધી. આશ્ચર્યકારક ક્રિયાઓ આપણે આત્મસાત કરી.
હજામોને પડતા મૂકી વર્ષમાં બે વાર બધા વાળો ખેંચી લેવા, સાઈકલ સુદ્ધા પણ ત્યાગીને બે પગે આખા વિશ્વમાં ફરવું, ઘરના રસોડાને પણ ઠંડીને ઘેર ઘેર તદન નિર્દોષ ગોચરી માટે લાંબુ પર્યટન કરવું, સોફા કે પલંગ કે ગાદલા - ગોદડા પણ તિરસ્કારીને ભોંય પર સંથારાને સહારે સૂવું.
થિયેટરો તો ઠીક પણ છાપા - મેગેઝીનો પણ દૂર ફગાવી દઈને માત્ર ધાર્મિક અભ્યાસ જ આદરવો,
ઘરનું ઘર પણ છોડીને જયાં, જે, જેવી જગ્યા મળે, ત્યાં તે તેવી જગ્યામાં
રહેવાનું....
બાપ રે ! સંસારીઓ તો જેની કલ્પના પણ ન કરી શકે, સંસારીઓ તો જેને જોઈને ધ્રુજી ઉઠે, એવી ઘોરાતિઘોર લાગતી યુદ્ધ તાલીમ આપણે સહુએ કેળવી લીધી.
આપણા શસ્ત્રો, આપણી આ તાલીમ જોઈને આપણને વિશ્વાસ ઉત્પન્ન થયો કે “આ મોહરાજ સામેના જંગમાં હવે આપણો વિજયવાવટો નક્કી ફરકવાનો.....”
અને એક મહામંગળકારી દિવસે, જ્યોતિષીઓની સલાહ લઈ, સગુરુઓની સંમતિ લઈ આપણે બધાએ યુદ્ધની ઘોષણા સમાન એક મહા પ્રતિજ્ઞા ઉચ્ચારી.
એનું નામ જ કરેમિ ભંતે સૂત્ર !
જ્યારે ભારતના વડાપ્રધાન વડાપ્રધાન તરીકેના શપથ લે છે, ત્યારે એ શપથની કિંમત કેટલી ? એ સહુ જાણે છે. સમગ્ર રાષ્ટ્રની અને રાષ્ટ્રની પ્રજાની રક્ષા કરવાની, એનું હિત કરવાની બધી જ જવાબદારી એ વડાપ્રધાનના મસ્તકે આવે છે.
આ તો પ્રવ્રજ્યાના પરમપંથે પ્રયાણ કરતા પવિત્રાત્માની આ પ્રતિજ્ઞા પણ કંઈ સોંઘી નથી, એ માત્ર ભારતના જ નહિ, એશિયાના જ નહિ, ભરતક્ષેત્રના જ નહિ, જંબૂદ્વીપના - અઢિટ્રીપના - તિછ લોકના જ નહિ, પણ ચૌદરાજ લોકના તમામે તમામ જીવોને પોતાના નિમિત્તે લેશ પણ દુઃખ ન પહોંચાડવાની એક અતિ અતિ મહાપ્રતિજ્ઞા આ પવિત્રાત્મા ઉચ્ચારે છે.
જેમ વડાપ્રધાનના ઉત્તમ શબ્દો ભારતીય પ્રજાને આશ્વાસન અને આનંદ બક્ષે, “ચાલો, આપણને ઘણા સારા વડાપ્રધાન મળ્યા” એમ સંતોષ આપે, એમ પવિત્રાત્માની આ પ્રતિજ્ઞા ચૌદરાજલોકના પ્રત્યેક જીવોને જાણેકે અજબગજબનું આશ્વાસન આપે છે કે ----------------------- ૧૫ --------------------------